તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તળાજા નાગરિક બેંકનાં 5500 સભાસદોને ટોવેલ સેટનું વિતરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા બ્યુરો | તળાજા નાગરિક સહકારી બેંક દ્વારા ચાલુસાલ બેંકનાં તમામ 5500 થી વધારે સભાસદોને બોનસરૂપે આકર્ષક ફેમીલી ટોવેલ સેટનું વિતરણ શરૂ કરતા તહેવારોનાં સમયમાં શેર સભાસદોમાં ખુશીની લાગણી વ્યકત થઇ રહી છે. તળાજા નાગરિક બેંક દ્વારા છેલ્લા 14 વર્ષથી નેટ એમ.પી.એ દર 0 (ઝીરો) ટકા ની સિધ્ધી સાથે બેંક ઉત્તરોતર આર્થિક વિકાસ સાધી રહેલ છે. બેંકની આ પ્રગતિનો લાભ બેંકનાં સભાસદોને દરવર્ષે મહતમ ડીવીડન્ડ, એકલાખ રૂપિયાનું અકસ્માત વીમા કવચ, જરૂરિયાતવાળા સભાસદને મેડીકલ સહાય તેમજ સભાસદોનાં પ્રતિભાવાન વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. જે બેંકના સભાસદલક્ષી સામાજીક, શૈક્ષણીક, અને રચનાત્મક પ્રવૃતિઓ અને અનેકવિધ ગ્રાહક સુવિધાઓને કારણે બેંકની શાખમાં વૃધ્ધી થતી રહી છે.

અન્ય સમાચારો પણ છે...