તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

21મી માર્ચે અનોખી ખગોળીય ઘટના

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુર્યમાળાનીવિશિષ્ટ ખગોળીય વિશેષતા મુજબ 21 માર્ચનાં રોજ સુર્યનાં મેષ રાશિનાં પ્રવેશ થી દિવસ રાત્રીનો સમય એક સરખો થાય છે. જેને મેષ બિંદુ (Equinox) (ઇકવાનોકસ) ડે કહે છે.

પૃથ્વી પરનું ઋતુચક્ર સુર્યની સ્થિતિને આધિન છે. સુર્યમાળામાં પૃથ્વીની સુર્ય ફરતી ભ્રમણકક્ષામાં વધ ઘટ થતા અંતર થી ક્રમશ: આપણા હવામાનમાં ફેરફાર થાય છે. અવકાશ શાસ્ત્રીઓએ ભ્રમણ કક્ષાની ચોકસાઇ પૂર્વક ગણતરી માંડીને સર્જેલ ગાણીતીક પંચાગમાં પૃથ્વી પર થતા સુર્યોદય અને સુર્યોસ્તનો ચોક્કસ સમય દર્શાવેલ હોય છે. જે અનુસાર 21 માર્ચે સુર્ય મેષ રાશિમાં પ્રવેશે છે. દિવસે સુર્યમાળાની વિશિષ્ટ ઘટનાં મુજબ સુર્ય અને પૃથ્વીનાં ખગોળીય બિન્દુ કક્ષને કારણે દિવસે અને રાત્રીનો સમય 12-12 કલાકનો સંપૂર્ણ રીતે એક સમાન રહે છે. આજ પ્રમાણે 23 સપ્ટેમ્બરે સુર્યનાં તુલા રાશિનાં પ્રવેશથી દિવસ રાત્રી સમાન થાય છે. જેને \\\"\\\'શરદ સંપાત\\\"\\\' કહે છે.

સુર્યથી માંડીને દરેક ગ્રહોને પૃથ્વીની આસ-પાસ ફરતા કલ્પીને તેનાં 3600 નાં લંબ ગોળાકાર ભ્રમણ કક્ષાનાં એકસરખા 300 નાં બાર ભાગોને 12 રાશિઓની નામથી ઓળખ આપવામાં આવે છે. કલ્પીત ભાગમાં આવતા તારા સમુહો પરથી રાશીના નામ પાડવામાં આવ્યા છે.

અાકાશ દર્શન | સૂર્યમાળાની વિશિષ્ટ ખગોળીય વિશેષતા

વર્ષની ચાર વિશિષ્ટ ખગોળીય સ્થિતિ

{21માર્ચે દિવસ રાત એક સરખા

{21જુન દિવસની અવધિ સૌથી મોટી રાત્રી સૌથી નાની

{20સપ્ટેમ્બર દિવસ રાત એક સમાન

{22ડીસેમ્બર રાતની અવધિ સૌથી મોટી દિવસ સૌથી નાનો.

સૂર્ય પ્રકાશ વધ ઘટ થી ઋતુ ચક્ર ઉદભવે છે

21માર્ચ પછી સુર્યોદય અને સુર્યાસ્ત નું અંતર ક્રમશ: વધતા જતા દિવસનો સમય વધતો જાય છે. અને છેવટે 21 જુને પૃથ્વીનાં ઉત્તર ગોળાર્ધનો એટલે કે આપણો સૌથી લાંબો દિવસ અને દક્ષિણ ગોળાર્ધનો દક્ષિણ ગોળાર્ધની સૌથી લાંબી રાત્રી હશે. સુર્ય પ્રકાશની વધ ઘટની ઘરમાળનું મુળ કારણ સુર્યનાં પરિભ્રમણમાં પૃથ્વી 23.5 (સાડા ત્રેવીસ) અંશ ઉત્તર તરફ ઝુકીને ગતિમાન રહેતી હોવાથી સુર્ય પ્રભાવનાં વધતા ઘટતા અંતર થી ઋતુચક્ર ઉદભવે છે.

મંગળવારે સૂર્યના મેષ રાશિના પ્રવેશથી દિવસ અને રાત્રીનો સમય એક સરખો થાય જેને મેષબિંદુ કહેવાય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો