મહુવા યાર્ડમાં નબળી ગુણવતાવાળી ડુંગળી સ્વીકારાશે નહિ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા માર્કેટીંગ યાર્ડ દ્વારા જણાવવામાં આવે છે કે મહુવા, રાજુલા, તળાજા વિસ્તારના ખેડુતો મહુવા યાર્ડમાં સફેદ ડુંગળી વેચાણ માટે લાવે ત્યારે માત્ર ઉચ્ચ કવોલીટી ની જ ડુંગળી વેચાણ માટે લાવવી. ખેડુતો જો બદલાની ડુંગળી કે તદ્દન નબળી ડુંગળી લાવશે તો તેને યાર્ડમાં ઉતારવા દેવામાં આવશે નહી. સારા માલની ડુંગળીના ભાવ રૂ.400 હોય છે ત્યારે બદલાની ડુંગળીના ભાવ માત્ર રૂ.40 હોય છે. જેથી ખેડુતોએ આવો નબળો અને બદલાનો માલ પોતાના ખેતરમાં જ ખાતર તરીકે ઉપયોગ લેવો હિતાવહ છે. તેમ યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલે જણાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...