તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નોટબંધી દરમિયાન બેંક ખાતામાં મોટી રકમ ભરતા શિપબ્રેકર ભરાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નોટબંધીનાસમયગાળા દરમિયાન અસામાન્યપણે બેંકોમાં રદ્દ કરવામાં આવેલી ચલણી નોટો જમા કરાવનારા તમામ લોકો બેંક અને આવકવેરા વિભાગના સોફ્ટવેરની લિન્કને કારણે ઝપટે ચડ્યા છે. ભાવનગરના શિપબ્રેકર, બોટાદના ફરસાણ અને ચા-વાળાને ત્યાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ભાવનગરમાં તાજેતરમાં સર્વેની કામગીરી દરમિયાન આવકવેરા વિભાગને મળી આવેલા ચોંકાવનારા દસ્તાવેજો પ્રમાણે અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં પ્લોટ નં.11 ગૌતમ શિપબ્રેકર્સને ત્યાંથી નોટબંધીના સમયગાળા દરમિયાન દૈનિક ધોરણે બેંક ખાતામાં ભરવામાં આવી રહેલી રદ્દ થયેલી ચલણી નોટો અને વેચાણના દસ્તાવેજો સાથે કોઇ મેળ બેઠતો નહીં હોય તેવુ સર્વેની કામગીરીમાં સામેલ અધિકારીએ જણાવ્યુ હતુ.

બોટાદમાં ભાવનગર આવકવેરા વિભાગના કર્મચારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી સર્વેની કામગીરી દરમિયાન શાકમાર્કેટ વિસ્તારમાં આવેલી જનતા ફરસાણ અને કોલકાતા ટી ડેપોમાંથી નોટબંધી દરમિયાન બેંક ખાતામાં અસમાન્યપણે રોકડ રકમો જમા કરાવવામાં આવી હતી.

તા.8 નવેમ્બરના રોજ નોટબંધી જાહેર કરવામાં આવી હતી અને 10 નવેમ્બરથી બેંકોમાં જૂની નોટો બદલી આપવાની, નોટો જમા કરાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અગાઉથી દેશની અગ્રગણ્ય સોફ્ટવેર કંપની પાસે બેંકોમાં જમા કરાવવાની થતી તમામ રોકડની વિગતો કોર બેન્કિંગની ઓનલાઇન સીસ્ટમ સાથે આવકવેરા વિભાગની સાથે જોડવામાં આવી હતી.

નોટબંધી દરમિયાન જે કોઇ લોકોએ અસામાન્યપણે બેંક ખાતામાં રોકડ રકમો જમા કરાવી હતી, તે તમામ લોકોની વિગતો કોમ્પ્યુટરમાં આવી છે. અને દૈનિક ધોરણે આવા તમામ વ્યવહારો કરનારા લોકોને ત્યાં આવકવેરાના સર્વે થઇ રહ્યા છે.

કાર્યવાહી | આવકવેરા વિભાગ દ્વારા કરાતી સર્વેની કામગીરીમાં

બોટાદમાં ફરસાણ અને ચા-વાળા આવકવેરાની ઝપટે ચડ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો