તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • Talaja
 • આરોપીએ રિવોલ્વર ક્યાંથી લીધી તપાસાર્થે પોલીસ મધ્ય પ્રદેશ પહોંચી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરોપીએ રિવોલ્વર ક્યાંથી લીધી તપાસાર્થે પોલીસ મધ્ય પ્રદેશ પહોંચી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર |ભાવનગર | 21 માર્ચ

ભાવનગરશહેરમાં કોઇ મોટા ગુનાને અંજામ આપે તે પહેલા ભાવનગર એસ.ઓજી ટીમે ધાટપાડુ ગેંગને ઝડપી લીધા બાદ આરોપીઓના રીમાન્ડ મેળવાયા હતા.જે પુરા થતા ચાર આરોપીઓને જેલ હવાલે કરવામા આવ્યા છે.જયારે એકના વધુ એક દિવસના રીમાન્ડ મેળવાયા છે.

પોલીસ દ્વારા ઝડપાયેલ ધાટપાડુ ગેંગના ભીખુશા સત્તારશા શેખ (રહે : ત્રાપજ), જગદીશ ઘુઘાભાઇ ઠાકોર (રહે : ગાંધીધામ), બળવંત ધનજીભાઇ ઓળકીયા, વિજય જેમાભાઇ રાઠોડ (રહે : બન્ને કુંડળી-ઉમરાળા) તથા મુકેશ ચંદુભાઇ કોપારણીયા (રહે : સુરેન્દ્રનગર)ની ગઇકાલે ભાવનગર એસઓજી ધરપકડ કર્યા બાદ રિમાન્ડ દરમ્યાનઆરોપીઓએ આપેલ કબુલાતમા જણાવ્યું હતુ કે તેઓએ તળાજા હાઇ-વે પર લૂંટ કરવાનો પુરો પ્લાન બનાવી લીધો હતો.પરંતુ હથીયાર મોડા મળતા ગઇકાલે પ્લાનને અંજામ આપવાનો હતો.

કુંડળીના બળવંત અને વિજયે આરોપીઓને હથીયાર સપ્લાય કર્યાની કબુલાત આપી હતી.જેથી હથીયારો તેઓ કયાથી લાવ્યા તે અંગે પોલીસે આરોપીઓને પુછતાછ કરતા તપાસ છેક મધ્ય પ્રદેશ સુધી લંબાઇ છે.અને આરોપી બળવંતના પોલીસ વધુ એક દિવસના રીમાન્ડ મેળવ્યા છે. જયારે બાકીના ચારેય આરોપીઓને અદાલતે જેલ હવાલે કરવા હુકમ કરતા પોલીસે ચારેયને જિલ્લા જેલ હવાલે કર્યા છે.

ગેંગના ચાર સભ્યો થયા જેલ હવાલે

કુંડળીનો એક આરોપી એક દિવસના રીમાન્ડ પર : પોલીસે પૂછતાછ હાથ ધરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો