મહુવા પંથકમાં સિમેન્ટ ફેક્ટરી સ્થાપવાના મામલે ફરી વિવાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ કોટડા, બાંભોરમાં સુનાવણી : પર્યાવરણના મામલે કનુભાઇનો વિરોધ

ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર, ભાવનગર. 15 જૂન

મહુવાપથંકમાં સિમેન્ટ ફેકટરી સ્થાપવાના મામલે ફરી વિવાદ છેડાયો છે. આજે બે ગામોમાં લોક સુનાવણી હાથ ધરાઇ હતી, જેમાં વિરોધાભાષી વલણો જોવા મળ્યા હતા, એક તરફ પર્યાવરણના મામલે કનુભાઇ કળસરિયાએ ઉદ્યોગ સામે બાયો ચડાવી છે, તો બીજી બાજુ કેટલાક લોકોએ વિકાસના કામોમાં રોડા નખાતા હોવાનો સૂર વ્યકત કર્યો હતો.

બિરલા ગ્રુપ દ્વારા મહુવા તળાજા દરિયાઇ પટ્ટી ઉપર ઉદ્યોગ સ્થાપવા માટે કાર્યવાહી હાથ ધરી છે. જેના ભાગરૂપે આજે તળાજા તાલુકાના બાંભોર અને નીંચા કોટડા ગામે ખાતે પોલીસ બંદોબસ્ત સાથે સુનાવણી હાથ ધરાઇ હતી, જેમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા,

સુનાવણીમાં જળ, જમીન, જંગલ બચાવો સમિતીના કનુભાઇ કળસરિયાએ વિરોધ વ્યકત કર્યો હતો, અને સિમેન્ટ ફેક્ટરી બનવાથી પર્યાવરણને વ્યપક નુકસાન થવાની દહેશત વ્યકત કરી હતી. જેના સમર્થનમાં તલી, વાલર, બાંભોર, દયાળ અને કોટડા ગામના લોકોને બંધ પાળીને વિરોધ કર્યો હતો. તો બીજી બાજુ કેટલાક લોકોએ વિકાસ કામોમા કનુભાઇ રૂકાવટ લાવતા હોવાનો પણ સૂર વ્યકત કર્યો હતો.

વિરોધાભાસ|વિકાસમાં રોડા નખાતા હોવાનો પણ સૂર

કેવી દહેશત વ્યકત કરવામાં આવી છે?

>સિમેન્ટ ફેકટરીના લીધે પર્યાવરણને વ્યાપક નુકસાન થશે > ઉંડા પાણીના સરોવર સમાન મેથાળા બંધારાનંુ કામ થઇ નહીં શકે > પથંકમાં બે ડઝન ગામોને તેનુ નુકસાન થશે > ફળદ્રુપ જમીન ઘટશે, ખેતીને નુકસાન થશે

કંપનીએ કેટલી જમીન ખરીદી ?

દરિયાઇપટ્ટી પર આદિત્ય બિરલા ગ્રુપ દ્વારા અલ્ટ્રાટેક સિમેન્ટની ફેકટરી સ્થાપવા માટે 258 હેકટર જમીન અગાઉ ખરીદી કરી હતી. જેના ઉપર સિમેન્ટની ફેકટરી સ્થપાય તે પૂર્વે નિયમાનુસાર લોક સુનાવણી હાથ ધરાઇ હતી. પરંતુ આજે બહોળી સંખ્યામાં લોકો વિરોધ કરવા ઉમટી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...