• Gujarati News
  • ઠળીયા ગામે વીજ વાયર પડતા વૃદ્ધાનું થયેલ મોત

ઠળીયા ગામે વીજ વાયર પડતા વૃદ્ધાનું થયેલ મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઠળીયા ગામે રહેણાંક વિસ્તારમાં પી.જી.વી.સી.એલ. દ્વારા 11 કે.વી.નાં વીજ વાયરો જર્જરીત થઇ ગયા હોવાથી તે અવારનવાર રહેણાંક પર તૂટી પડવાના બનાવો બને છે. જે અંગે ઠળીયા જીલ્લા પંચાયતનાં સદસ્ય સંજયસિંહ સરવૈયા,તેમજ તાલુકા પંચાયતના સભ્ય ખીમાભાઇ તેમજ સરપંચ મંગાભાઇ દ્વારા અવારનવાર વીજ કંપની સમક્ષ વીજ વાયર બદલાવવાની અને સલામત સ્થળે ખસેડવાની રજૂઆતો કરવા છતાં બેદરકારી સેવવામાં આવી હોઇ આજે બપોરના સમયે પોતાના ફળીયામા ચૂલા પર રસોઇ બનાવી રહ્યા હતાં તે વખતે અચાનક હાઇટેન્શન વીજ વાયર તેમના પર પડતાં રૂડીબેન જીવાભાઇ મકવાણા (ઉ.વ.58)નું શોક લાગતા ઘટનાં સ્થળે કરૂણ મોત નીપજયુ હતુ.

અંગે પોલીસે જો કે હાલમાં અકસ્માત મોતની એન્ટ્રી કરી પી.એમ. સહિતની પ્રાથમિક કાર્યવાહી હાથ ધરેલ છે.

નોંધનીય છે કે અંગે વીજ તંત્ર દ્વારા હજુ પણ જોખમી વીજ વાયરોને યોગ્ય રીતે અને સલામત સ્થળે ફેરવવામાં નહીં આવે તો ગમે ત્યારે મોટી દુર્ઘટના થવાની શકયતા રહેલી છે.