• Gujarati News
  • તળાજામાંથી બાઇક ચોરીમાં સગીર ઝડપાયો

તળાજામાંથી બાઇક ચોરીમાં સગીર ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા બ્યુરો: તળાજાવિસ્તારમાં છેલ્લા 30 દિવસથી બાઇક ચોરીના બનાવો વધતા અને ગઇકાલે એક સાથે ચાર બાઇક ઉઠાંતરી થયાની ફરીયાદ બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યુ હતુ. અને સાંખડાસરના એક સગીર કિશોરને ઝડપી તેની આકરી પુછપરછ કરતા તેણે ચારેય મોટર સાઇકલ અન્ય બે કિશોરો સાથે મળીને ઉઠાવી હોવાનુ કબુલાત આપી હતી. અંગે સગીરના જણાવ્યા પ્રમાણે તળાજા પોલીસે તપાસ કરતા નવા શોભાવડ પાસે બાવળના કાંટમાંથી ચારેય બાઇક કબજે કરેલ છે. આરોપી સગીર વયનો હોય તેને આજરોજ બાળ અદાલતમાં મોકલી અપાયો છે. ચોરીમાં સંડોવાયેલ બીજા બે સગીરો તેમજ એક પુખ્ત વયના રાજેન્દ્રસિંહ (રહે. સાંખડાસર) ને ઝડપી લેવા પોલ.ીસે ચક્રો ગતિમાન કર્યા છે.