તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Talaja
  • Talaja તળાજાથી ચોટીલા પદયાત્રા સંઘનું બાવનગજની ધજા સાથે પ્રસ્થાન

તળાજાથી ચોટીલા પદયાત્રા સંઘનું બાવનગજની ધજા સાથે પ્રસ્થાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવનગજની ધ્વજા સાથે તળાજા - ચોટીલા પદ યાત્રા સંઘનું પ્રસ્થાન થયું છે. આ પદયાત્રા પ્રથમ નવરાત્રીએ ચોટીલા તિર્થે સંપન્ન થશે.

નવરાત્રી નાં પાવન અવસરે વર્ષોથી તળાજાથી આયોજીત થતી તળાજા થી ચોટીલા ચામુંડા તિર્થની પરંપરાગન પદયાત્રા સંઘનો ભવ્ય પ્રારંભ થયો છે. તળાજી નદિકાંઠે આવેલ લીલાપીર બાપુ નાં સ્થાનકેથી પ્રારંભ થયેલ આ પદયાત્રા શિવાજી નગર સ્થિત ચામુંડા માતા મંદિરે દર્શન કરી રાસ - ગરબા ની રમઝર સાથે વાજબે ગાજતે તળાજા નગરનાં મુખ્ય માર્ગેફરી તળાજી નદી નાં પુલ પાસે આરતી શટર્સ વાળા અશોકભાઇ સોલંકી ને ત્યાં અલ્પારહાર અને વિરામ બાદ પરંપરાગત ગ્રામ્ય રૂટ પર આગળ પ્રયાણ કર્યું હતું.

આ સંઘમાં ચામુંડા મિત્ર મંડળ, લીલાપીર મંડળ નાં આગેવાનો, યુવાનો, મહિલાઓ અને બાળકો સહિત વિશાળ સંખ્યામાં જોડયેલ પદયાત્રાઓ બાવનગજ ની ધ્વજા સાથે છ દિવસ બાદ પ્રથમ નવરાત્ર નાં આગલા દિવસે ચોટીલા તિર્થે પહોંચી ચામુંડા માતાનું શાસ્ત્રોકત વિધિથી પુજન કરી ધ્વજા અર્પણ કરી ધન્ય બનશે અને સવાર ની આરતી દર્શન બાદ સંઘયાત્રી પરત ફરશે.

અન્ય સમાચારો પણ છે...