તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અલંગમાં 35 વર્ષે પણ હોસ્પિટલ પ્રશ્ન અનુત્તર છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ESIC દ્વારા અલંગમાં હોસ્પિટલ શરૂ કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા જુદી

ભાવનગર | 5 ઓક્ટોબર
અલંગ શિપબ્રેકિંગ યાર્ડના અસ્તિત્વના 35 વર્ષ બાદ પણ કામદારો માટે હોસ્પિટલની વ્યવસ્થા માટે સંબંધિત તમામ તંત્ર નિષ્ફળ નિવડ્યા છે, અને 20હજાર કામદારોને નાની-મોટી ઇજાના કિસ્સામાં કણસતી હાલતે 55 કિ.મી દૂર ભાવનગર સુધીની સફર ખેડવી પડે છે.

અલંગમાં ઇએસઆઇસી દ્વારા હોસ્પિટલ ચાલુ કરવામાં લાંબા સમયથી અખાડા કરવામાં આવી રહ્યા છે, અને હોસ્પિટલનું અદ્યતન બિલ્ડિંગ વર્ષોથી તૈયાર થઇ ચૂક્યુ હોવા છતા એક યા અન્ય કારણોસર હજુ હોસ્પિટલ શરૂ થઇ શકી નથી. હાલ અલંગમાં રેડક્રોસ દ્વારા હોસ્પિટલ ચલાવવામાં આવે છે. મોટા અકસ્માતોમાં ઇજાના કિસ્સામાં જરૂર પડતી સારવાર માટે કામદારોને ફરજીયાતપણે ભાવનગરનો સહારો લેવો પડે છે.

અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં 20હજાર પરપ્રાંતિય મજૂરો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે જહાજ ભાંગવાના અને અન્ય વ્યવસાયોમાં જોડાયેલા છે. શિપબ્રેકિંગ વ્યવસાય અકસ્માતોની ભરપૂર સંભાવનાઓથી ભરેલો છે છતા 35 વર્ષ સુધી સંબંધિત એકપણ સરકારી વિભાગે હોસ્પિટલ શરૂ કરવા માટે તસ્દી લીધી નથી. લાંબા સમયથી ઇએસઆઇસી દ્વારા અલંગમાં હોસ્પિટલ શરૂ કરવા માટે અખાડા કરવામાં આવી રહ્યા છે. જો કે જીએમબીના નવનિયુક્ત સીઓઓ વીસીની મુલાકાતથી હોસ્પિટલ અંગે આશા જન્મી છે.

રેડક્રોસ સાથે વાટાઘાટો શરૂ છે
હાલ અલંગમાં રેડક્રોસ દ્વારા નાની હોસ્પિટલ ચલાવવામાં આવે છે અને નવી હોસ્પિટલ પણ તેઓને સોંપવા બાબતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં વાટાઘાટો શરૂ કરવામાં આવી છે, ટુંક સમયમાં નિર્ણય કરાશે. મુકેશકુમાર, COO-VC, GMB, ગાંધીનગર

અન્ય સમાચારો પણ છે...