• Gujarati News
  • ભાવનગર એસ.ટી.સ્ટેન્ડમાંથી કચ્છના વેપારીનાં રૂપિયા એક લાખ ગુમ થયા

ભાવનગર એસ.ટી.સ્ટેન્ડમાંથી કચ્છના વેપારીનાં રૂપિયા એક લાખ ગુમ થયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઈમ રિપોર્ટર. ભાવનગર.11 મે

ભાવનગરનજીકના અલંગ ખાતે બોટ ખરીદવા માટે આવેલ ભુજના વેપારી પોતાનું કામ પતાવી પરત માંડવી જવા માટે એસ.ટી.ડેપોમાં આવેલ તે વખતે બસમાં ચડવા જતાં તેઓના ખીસ્સામાં રહેલ રૂા.1 લાખની રોકડ મતા ગુમ થતા અંગે તેઓએ એ.ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરતા કાફલો બનાવ સ્થળે દોડી ગયેલ અને સઘન તપાસ હાથ ધરી હતી.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મુળ માંડવી-કચ્છના આમદભાઇ જાકબભાઇ વાઢેર આજે ભાવનગર નજીકના અલંગ શોપ બ્રેકીંગ યાર્ડ ખાતે બોટ ખરીદવા માટે આવ્યા હતા. તેઓ આજે સાંજે પોતાનું કામકાજ પતાવી માંડવી પરત જવા માટે ભાવનગર એસ.ટી.ડેપો ખાતે પહોંચ્યા હતા. અને એસ.ટી.બસમાં બેઠા પછી તે�ઓને જાણ થયેલ કે પોતાના ખીસ્સામાં રહેલ રૂ.1 લાખની રોકડ રકમ ગુમ થયેલ છે.

અંગે તે�ઓએ તુરંતજ પોલીસને જાણ કરતા એ.ડીવીઝન પોલીસ મથકનાં પી.એસ.આઇે એન. એન. રબારી કાફલા સાથે ઘટનાં સ્થળે દોડી ગયેલ અને બનાવ અંગે સઘન તપાસ હાથ ધરી હતી. પોલીસે આજુબાજુના કેટલાક મુસાફરોની પુછતાછ હાથ ધરી હતી.

કચ્છના આમદભાઈ જાકબભાઈ / અજયઠક્કર