તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પીથલપુર દલીત વિસ્તારમાં પાણી પ્રશ્ને આંદોલન કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા બ્યુરો | પીથલપુરનાં દલિત વિસ્તારમાં પીવાનું શુધ્ધ પાણી આપવામાં આવતું નથી. જે માટે તળાજાનાં પ્રાત અધિકારી સમક્ષ દલિત મહાસંધનાં મહામંત્રી સુનિલભાઇ ચૌહાણ ની આગેવાની નીચે પીથલપુર નાં દલીતો એ કરેલ લેખીત રજુઆતમાં હાલ જે પાણી લાયક કે વાપરવા લાયક ન હોઇ. આ વિસ્તારનાં પરિવારોને મુશ્કેલી પડે છે. આ બાબતે પંચાયત દ્વારા પીવાલાયક પાણી અને અગાઉ જે સ્ટેન્ડ હતું તે શરૂ કરવામાં આવે જેથી મહિલાઓને પાણીમાટે દૂર દૂર જવું ન પડે આ અંગે વ્યવસ્થા કરવામાં નહી આવે તો આંદોલનનો રાહ અપનાવવાની ચેતવણી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...