ધારાસભ્ય દ્વારા વીજપ્રશ્ને કચેરીને ઘેરાવની ચિમકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા તાલુકા સંકલન સમિતિની મળેલ મિટીંગમાં તળાજાનાં ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ વીજપ્રશ્ને રજૂઆત કરી હતી. સમગ્ર તાલુકામાં ગ્રામ્યવિસ્તારોમાં વીજ સમસ્યાથી ખેડૂતો મુશ્કેલી ભોગવી રહ્યાં છે.

આ પ્રશ્ને તાકીદે ઉકેલ નહીં આવે તો જીઈબી કચેરીને ઘેરાવ સહિતનાં કાર્યક્રમ તેમજ જરૂર પડે પ્રાંત કચેરી સામે ખેડૂતો સાથે ઉપવાસ આંદોલનની ચિમકી આપી છે. આ ઉપરાંત તાજેતરમાં ભારે વરસાદમાં નુકશાની તથા રસ્તાઓ બાબતે પણ રજૂઆત કરી છે.

તળાજા તાલુકામાં ઘણા લાંબા સમયથી ખેડૂતો વીજળીની સમસ્યા ભોગવી રહ્યા છે. અનેકવખત રજૂઆત કરવા છતાં ખેડૂતોની સમસ્યાઓ ઉકેલાતી નથી ત્યારે આજે સંકલન સમિતીની મીટીંગમાં તળાજાના ધારાસભ્યએ વીજ પ્રશ્નો ઉકેલવા તંત્રને અલ્ટીમેટમ આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...