તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તળાજામાં વિનામુલ્યે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા બ્યુરો ¿ તળાજાની સરકારી આયુર્વેદિક હોસ્પીટલ સંકુલમાં હાલની બેવડી રૂતુમાં વાઇરલ જન્ય રોગચાળાનાં વાયરા સામે લોકોનું જન આરોગ્ય જળવાઇ રહે તે માટે રોગ પ્રતિકારક આયુર્વેદિક ઉકાળાનું વિનામુલ્યે વિતરણ હોસ્પીટલનાં સમય દરમિયાન કરાઇ રહયું છે. તેમજ તા.8/10ને તળાજાનાં નાગરિકોને આ ઉકાળા વિતરણનો લાભ મળે તે માટે તળાજા નગરપાલિકા દ્વારા સરકારી આર્યુંવેદિક હોસ્પીટલનાં સહયોગથી સવારે 7 થી 9 દરમિયાન રામપરા રોડ ચોક, મહાકાળી મંદિર, ગોપનાથ રોડ, વાવચોક, દિનદયાળનગર મહાદેવ મંદિર પાસે, તથા ભીડ ભજન મહાદેવ મંદિરે ઉકાળા વિતરણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...