તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેથળા સરપંચ સહિત 4 સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજાનાં મેથળા ગામ નજીક મેથળા, પ્રતાપરા, મધુવન, ઝાંઝમેર સહિતનાં અનામત જંગલ વિસ્તારમાં પાણીની પાઈપ બાબતે ખેડૂતને જંગલખાતાનાં ફરજ પરનાં ફોરેસ્ટ ગાર્ડ સાથે ઉગ્ર બોલાચાલી થતા વાતાવરણમાં ગરમાવો આવતા આ િવસ્તારમાં વનવિભાગનાં ફોરેસ્ટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા મહેન્દ્રભાઈ ભાસ્કરભાઈ ભાલીયાએ દાઠા પોલીસ મથકમાં મેથળાનાં સરપંચ ઘનશ્યામભાઈ ગોવિંદભાઈ બારૈયા, વનાભાઈ હરજીભાઈ ચૌહાણ, િવક્રમભાઈ કરશનભાઈ ભાલીયા અને વિઠલભાઈ હરજીભાઈ બારૈયા (રહે.તમામ મેથળા) સામે એકસંપ કરી ફરમાં રૂકાવટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા આ ઘટના સંબંધે મેથળા ગામનાં લોકો પણ દાઠા પોલીસ મથકમાં રજૂઆત કરવા નીકળી પડતા મામલો ગરમાયો હતો.

આ બાબતે હાલ વરસાદ ખેંચાતા પાણી પિયતની જરૂરિયાત હોઈ ખેડૂતોને પિયતની જરૂિરયાત સુવિધા સરળતાથી થાય અને મુસ્કરાતી મોલાતને બળ મળે તે માટે ઘર્ષણનો માર્ગ છોડી બન્ને પક્ષને બાંધછોડ કરીને વચ્ચેનો રસ્તો કાઢવી જોઈએ અને તે માટે તાલુકા-જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પહેલ કરી સમાધાનકારી માર્ગ કાઢવામાં આવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...