• Gujarati News
  • તળાજા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘનાં હોદ્દેદારોની બીનહરીફ વરણી

તળાજા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘનાં હોદ્દેદારોની બીનહરીફ વરણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા બ્યુરો.| તાજેતરમાં તળાજા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ના પાંચ વર્ષ માટે બીનહરીફ ચૂંટાયેલા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની પ્રથમ સભા સંઘનાં બે હોદ્દેદારોની વરણી કરવા માટે તળાજા મામલતદારનાં અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં સંઘનાં પ્રમુખ તરીકે ખાટાભાઈ કાળુભાઈ ભાદરકા (બોડકી મંડળી) અને માનદ્દમંત્રી તરીકે સર્વ મહાવીરસિંહજી ગંભીરસિંહજી ગોહિલ (અલંગ સેવા સહ. મંડળી લી.) બન્ને હોદ્દેદારોની પાંચ વર્ષ માટે સવાર્નુમતે વરણી કરવામાં આવી છે.