• Gujarati News
  • ગભરૂ દલિત કન્યાઓ દોઢ વર્ષથી જધન્ય કૃત્યને લીધે મુંગી વેદનાથી પીડાતી હતી

ગભરૂ દલિત કન્યાઓ દોઢ વર્ષથી જધન્ય કૃત્યને લીધે મુંગી વેદનાથી પીડાતી હતી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રીપોર્ટર . ભાવનગર . 26 મે

તળાજાતાલુકાના શોભાવડ ગામે આજે ત્રણ ત્રણ બાળાઓ પર દુષ્કર્મ આચર્યાની ઘટના પ્રકાશમાં આવેલ છે. બાળાઓ દુષ્કર્મનો ભોગ દોઢેક વર્ષ પહેલા બની રહી હતી. પરંતુ ગામના ચારેય યુવકોના ડરથી અંગે કોઇને કશુ જણાવી શકી હતી. પરંતુ અંતે વાત બહાર આવતા આજે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.

શોભાવડ ગામે રહેતા ભરવાડ મેહુલ લખમણભાઇ ચોહલા, ભરવાડ અશ્વિન મંગાભાઇ ચોહલા, કોળી વિપુલ બાલાભાઇ જાદવ અને કુંભાર જયદીપ બાબુભાઇ વાઘેલાએ દોઢેક વર્ષ પૂર્વે આજ ગામની ધોરણ 10માં અભ્યાસ કરતી બાળાઓને લલચાવી, ફોસલાવી, પ્રેમજાળમાં ફસાવી હતી. અને પછી તકનો લાભ લઇ ચારેય યુવકોએ જુદી જુદી જગ્યાએ જુદા જુદા સમયે ત્રણેય બાળાઓ ઉપર દુષ્કર્મ કર્યા બાદ અંગે કોઇને કશુ કહેવા ધમકી આપી હોવાનુ ચર્ચામાં છે. જેથી બાળાઓએ અંગે ચુપકીદી સેવી લીધી હતી. જોકે પેલી કહેવતની જેમ \\\"પાપ છાપરે ચડીને પોકારે\\\' તેમ ઘટના મંગળવારે પ્રકાશમાં આવતા હોબાળો મચી ગયો હતો.

અંગે સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ઉપરોકત ચારેય શખ્સો માથાભારે હોવાનુ અને ગામમાં તેની ધાક હોવાનુ ચર્ચામાં છે. દુષ્કર્મની ઘટના બાદ પણ ચારેય યુવકોએ યુવતીઓનો સંપર્ક શરૂ રાખી ત્રણેય બાળાઓને અંગે કોઇને કશું કહેશે તો મારી નાખવાની ધમકી આપી હોવાનુ પોલીસ ફરીયાદમાં જણાવાયુ હતુ.

નાના એવા શોભાવડમાં આટલી મોટી ઘટના બનતા ભારે ચર્ચા સાથે ચકચાર મચી જવા પામી છે. તો ચાલુ કૃત્ય કરનાર ચારેય શખ્સો સામે ફીટકારની લાગણી વરસી રહી છે. અને ચારેય આરોપીઓને આકરામાં આકરી સજા થાય તેવી માંગ ઉઠવા પામી છે.

ઘટના અંગે ભાવનગર એસ.પી. દિપાંકર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, બાળાઓની બુધવારે પુછતાછ કરવામાં આવશે તેમજ મેડીકલ ચેકઅપ માટે પણ લઇ જવાશે. આજે રાત પડી ગઇ હોવાથી બાળાઓની રાત્રીનાં સમયે પુછતાછ થઇ શકે તેમ હોય આવતીકાલે કાર્યવાહી હાથ ધરાશે.

છેલ્લે મળતી વિગતો મુજબ ઘટનાનાં ચાર આરોપીઓ પૈકી ત્રણ શખ્સોની તળાજા પોલીસે અટક કરી લીધી હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.

પ્રદેશ કક્ષાએ ઘેરા પડઘા પડયા

ઘટનામાંભોગ બનનાર બાળાઓ દલિત હોવાથી તેના પ્રદેશ કક્ષાએ ઘેરા પડઘા પડયા છે. અને ઘટનાની જાણ થતા કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષભાઇ સોલંકી, ગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિ વિભાગના ચેરમેન નવષાધ સોલંકી, વાઇસ ચેરમેન બી.જે. સોસા, સહિતનું કોંગ્રેસનુ પ્રતિનિધિ મંડળ શોભાવડ ગામે આવવા રવાના થઇ ગઇ છે. અને બુધવારે સવારે ભોગગ્રસ્ત બાળાઓના પરિવારને પ્રતિનિધિ મંડળ મળશે અને ત્યારબાદ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને અંગે આવેદન પત્ર પાઠવશે.

બાળા મા-બાપ સામે ભાંગી પડી

તળાજાનાશોભાવડગામે દોઢ વર્ષ પૂર્વે બનેલી ત્રણ બાળાઓ પર દુષ્કર્મની ઘટના આજે પ્રકાશમાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી ભોગ બનનાર એક બાળા સુનમુન રહેતી હોય અંગે તેના માતા પિતાએ કારણ પૂછતા બાળા ભાંગી પડી હતી. અને તેણે સઘળી હકીકત જણાવી હતી. જયારે કે અન્ય બે બાળાઓ સુરત હોઇ તેઓને પણ ભાવનગર ખાતે બોલાવી તેની માતાએ પુછતાછ કરતા બંને બાળાઓ પણ દુષ્કર્મનો ભોગ બની હોવાનુ તેની માતાને રડતી આંખે જણાવ્યુ હતુ.

હેવાનિયત | ભોગ બનનાર પોલીસ ફરિયાદ પણ કરી શકે તેવી ધાક

ચારેય શખ્સોએ વારંવાર દુષ્કર્મ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી : ગામમાં સન્નાટો