પિસ્તોલ અને બે કારતુસ સાથે ઝડપાયેલો આરોપી જેલહવાલે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઈમ રિપોર્ટર.ભાવનગર. 16 જૂન

શહેરમાંઆગામી િદવસોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાનાર છે ત્યારે શહેર-જિલ્લામાં સુલેહ-શાંતિ જળવાય રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા સતત પેટ્રોલીંગ અને ભૂતકાળમાં ગુન્હાહીત પ્રવૃિત્ત કરતાં તત્વો પર વોચ ગોઠવતાં ગઈકાલે ભાવનગર એસઓજીએ ઘોઘા રોડ પરથી 1 શખ્સને પિસ્તોલ અને કાર્ટીઝ સાથે ઝડપી લીધો હતો.જેને આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરતાં અદાલતે તેને જેલહવાલે કરવા હુકમ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર એસ.ઓ.જી.નાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર કેતનભાઈ જે. રાઠોડ તથા સ્ટાફ શહેરમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ઘોઘારોડ પરથી પસાર થતાં અને શહેરનાં ભરતનગર, માલધારી સોસાયટીમાં રહેતા અલંગના વ્યવસાયી ભરવાડ વિજય કમાભાઈ બંબા ગેરકાયદે પિસ્તોલ રાખવા સબબ પોલીસે તેની પિસ્તોલ અને બે કારતુસ સાથે ધરપકડ કરી હતી.

ઉપરોક્ત પિસ્તોલ તેણે ક્યાંથી અને કોની પાસેથી મેળવી તે અંગેની પૂછતાછ માટે િરમાન્ડ માંગવા આજે કોર્ટમાં રજૂ કરતાં અદાલતે તેને જેલહવાલે કરવા હુકમ કર્યો હતો.

આરોપી અલંગમાં વ્યવસાય કરે છે

પોલીસે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરતાં અદાલતે તેને જેલહવાલે કર્યો

અન્ય સમાચારો પણ છે...