• Gujarati News
  • મહુવામાં ભાગવત સપ્તાહ વિવિધ પ્રસંગો ઉજવાશે

મહુવામાં ભાગવત સપ્તાહ વિવિધ પ્રસંગો ઉજવાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તા.28/10ના સવારે 8.30 કલાકે શ્રી દ્વારકાધીશજીની હવેલી મહુવા થી ભવ્ય પોથીયાત્રા કથા સ્થળ ગોકુળ ધામ જશે. કથાશ્રવણનો સમય સવારે 9 થી 12 બપોરે 3.30 થી 6.30 રાખવામાં આવેલ છે.

કથા દરમિયાન તા.30/10ને ગુરૂવારે સાંજે 6 કલાકે શ્રી નૃસિંહ જન્મ, તા.31/10ને શુક્રવારે બપોરે 12 કલાકે શ્રી વામન જન્મ, સાંજે 4 કલાકે શ્રી રામ જન્મ, 6 કલાકે શ્રી કૃષ્ણ જન્મ, તા.2/11ને રવિવારે સાંજે 5 કલાકે શ્રી ગોવર્ધન લીલાની સાથે પૂ.ગૌસ્વામી 108 શ્રી આનંદબાવાશ્રી(કામવન ભાવનગર)શ્રી વચનામૃત આપશે. તા.3/11ને સોમવારે સાંજે 5 કલાકે શ્રી રૂકિમણિ વિવાહ, તા.5/11ને બુધવારે સવારે 8.30 થી બપોરના 12.30 દરમિયાન હવન યોજાશે.

કથામૃતનો લાભ લેવા સ્વ.મુળજીભાઇ પરશોત્તમભાઇ દોશી પરિવાર (તળાજાવાળા) દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.