તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાના ગોપનાથ ખાતે શિવરાત્રી મહોત્સવ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અલંગનજીક સમુદ્ર તટે આવેલ શ્રદ્ધેય શિવતિર્થ નાના ગોપનાથજી ખાતે તા.7ને સોમવારે મહાશિવરાત્રી મહોત્સવ શ્રદ્ધા ભક્તિથી ઉજવાશે. અવસરે શિવ મહાપુજન, હોમાત્મક લઘુરૂદ્ર, પંચકુંડી મહાયજ્ઞથી મહાદેવ તિર્થ ગુંજી ઉઠશે. પંચકુંડી મહાયજ્ઞના આચાર્ય તરીકે ડો.હિતેષભાઇ પાઠક (સાંદીપની વિદ્યાનિકેતન) શાસ્ત્રોકત વિધિ વિધાન કરાવશે. યજ્ઞના યજમાન પોપટભાઇ બાથાણી તથા પ્રકાશભાઇ ઇટાળીયા પરિવારે ઉત્સવે દર્શન, પુજનનો અમૂલ્ય લાભ લેવા સર્વે શિવભક્તોને જાહેર નિમંત્રણ પાઠવેલ છે. પૂર્ણાહુતિ હોમ સાંજે 4-30 કલાકે થશે.

અન્ય સમાચારો પણ છે...