મ્યુ. કોર્પોરેશન દ્વારા મિલકત આકારણીમાં થતો નિયમ ભંગ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર, ભાવનગર. 26 મે

ભાવનગરમાં મિલકત આકારણીમાં મોટા પાયે દ્વિધાઓ સર્જાયેલી છે ત્યારે થોડા સમય પહેલા મ્યુ. કમિશનર દ્વારા ચોરસ મિટર આધારે મિલકતોનંુ વર્ગીકરણ કરવાનો આદેશ કર્યા બાદ તેની સામે ચેમ્બર ઓફ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા િવરોધ વ્યકત કરીને ગાંધીનગર શહેરી વિભાગને રજુઆત કરાઇ છે.

જેમાં જણાવાયંુ છે કે, કારપેટ એરિયા અાધારિત ઘરવેરા પધ્ધતિના મંજુર થયેલા નિયમો મુજબ કમિશનરને મિલકત વર્ગીકૃતની સત્તા છે, પણ જેનો જેનંુ વર્ગીકૃત થયંુ હોય તેવો ઉલ્લેખ હોય તો.

પરંતુ થોડા સમય પહેલા કમિશનર દ્વારા જે રીતે આકારણી કરવામાં અાવી છે તે ગેરકાયદેસર છે. ખરેખર તો એન.યુ.1થી 6માં માત્ર ધંધાને પ્રાધાન્ય આપવામાં આવ્યંુ છે. નહીં કે, કેટલા ચોરસ મીટરની દુકાન અથવા તો શો રૂમ છે. દુકાનને એન.યુ.1માં ગણવંુ તે ગેરવ્યાજબી છે. અાવી રીતે એરકન્ડીશન મોલ, સોના -ચાંદીની દુકાનો, અલંગના ડેલા વિગેરેમાં જે રીતઅાકારણી થઇ રહી છે, તે નિયમ વિરૂધ્ધની છે.

ઉપરાંત વર્ષ 2013 પહેલા જમીનનો અન્ય હેતંુમાં ઉપયોગ થતો હોય ત્યારે અગાઉના ટેક્સ આકારી શકાય નહીં. સંસ્થા, જ્ઞાતિની વાડી કે છાત્રાલય કે બોર્ડિંગને એન.યુ.-5માં ગણીને વેરો વસુલ કરી શકાય નહી. અામ કમિશનર દ્વારા લેવાયેલા કેટલાક નિર્ણય નિયમ વિરૂધ્ધ હોવાનંુ જણાવીને દફતરી હુકમોને રદ કરવા માંગણી ઉઠાવી છે.

શહેરી વિકાસ વિભાગના ઠરાવ મુજબ મિલકતનું વર્ગીકરણ કરવાની સત્તા કમિશનરને હોય છે અને નિયમો તળે કરાવામાં આવેલ વર્ગીકરણ આખરી ગણવામાં આવશે. જેથી સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલો ઠરાવ આખરી હોય તેમાં કોઇ ફેરફાર કરવાની કમીશનરને કોઇ સત્તા નથી અને માત્ર ઉપયોગના પરિબળમાં જે મિલકતનું વર્ગીકરણ થયું હોય તેવી મિલકત વર્ગીકરણમાં મુકી શકવાની સત્તા છે એમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...