તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • રાંદલ માતાજીના મંદિરે જવા બસ સુવિધા આપો

રાંદલ માતાજીના મંદિરે જવા બસ સુવિધા આપો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજાથી15 કિલોમીટર દૂર, તળાજા આમળા રોડ ઉપર રાંકાસરનાં રાંદલ માતાનું પ્રખ્યાત તિર્થસ્થાન આવેલ છે. જગ્યા ઉપર દર વર્ષે મહા મહિનામાં દર રવિવારે માતાજીનાં દર્શને આવતા યાત્રાળુનો મોટો મેળો ભરાઈ છે. મેળામાં દૂર દૂર િવસ્તારોમાંથી િજલ્લો અને િજલ્લા બહારથી લોકો મોટી સંખ્યામાં માનતા ઉતારવા અને દર્શન કરવા આવે છે.

મેળામાં એસ.ટી. તંત્ર તરફથી એક પણ બસ મુકવામાં આવતી નથી, િવસ્તાર દરિયાઈ કાંઠાળ િવસ્તારમાં એસ.ટી.ની બસની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી, ખંઢેરા નજીક આવેલા સ્થળ ઉપર ભરાતા લોકમેળામાં યાત્રાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. મેળામાં જવા માટે સંપૂર્ણપણે ખાનગી વાહનો ઉપર આધાર રાખવો પડે છે. અને ખાનગી વાહનો પોતાની મનસ્વી રીતે ભાડા નક્કી કરે છે. અને લોકોએ મને કમને ખાનગી વાહનો વાળાને મોં માંગ્યુ ભાડુ ચુકવવું પડે છે.