દેણદારના આપઘાત કર્યાનું ખુલતા ભારે રહસ્ય સર્જાયુ

તળાજાના અપહૃત આચાર્ય કેસમાં

DivyaBhaskar News Network | Updated - Aug 13, 2018, 03:56 AM
દેણદારના આપઘાત કર્યાનું ખુલતા ભારે રહસ્ય સર્જાયુ
વ્યાજખોરીના ચક્કરમાં લેણી રકમ માટે દબાણ લાવવા તળાજાની ખાનગી શાળાના આચાર્ય વિનોદભાઇ કાંતીભાઇ રાઠોડના પાંચ દિવસ પહેલા થયેલ અપહરણના ચકચારી કેસમાં જેની પાસે રૂપિયા પાંચ લાખની લેણી રકમ હતી તે વિક્રમ રાઠોડે અકળ કારણોસર એકાદ માસ પહેલા વતન ખેડા જિલ્લાના પીપલવાડા નજીક નહેરમાં પડીને આપઘાત વ્હોરી લીધો હોવાનુ ખુલતા આ અપહરણની ઘટના અંગે ભારે રહસ્ય સર્જાયુ છે.

તળાજાના આ ભારે ચર્ચાસ્પદ બનાવ અંગે ગઇકાલે તળાજા પોલીસ મથકમાં ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના પીપળવા ગામે રહેતા કાંતિભાઇ અરવિંદસિંહ રાઠોડે ફરીયાદ નોંધાવી હતી કે તેનો દિકરો વિનોદભાઇ કાંતિભાઇ રાઠોડ જે તળાજાની જાફરી શાળામાં નોકરી કરે છે. તેનુ તળાજાના માધવ એગ્રોવાળા રાજુભાઇ આહિર અને જીલુભાઇ આહિરે ગત તા.5-8-18ના અપહરણ કરી ફરીયાદને ફોન કરેલ કે તમારા ભત્રીજા પાસે રૂપિયા પાંચ લાખની લેણી રકમ આપી જાઓ પછી તમારા દિકરાને સોંપવામાં આવશે. આ ફરીયાદ અનુસંધાને તળાજા પોલીસમાં ગુનાહિત કાવતરૂ તથા રોકડ રકમ માટે અપહરણ સહીતનો ગુનો નોંધતા તળાજા પોલીસ અને એલસીબી સહીત પોલીસ કર્મીઓ આરોપીની શોધખોળ આદરી હતી.

દરમ્યાન અપહરણની ઘટનાના મુળમાં જેની પાસે રૂ.પાંચ લાખની લેણી રકમ છે તે અપહૃત વિનોદ રાઠોડનો પિતરાઇ ભાઇ વિક્રમ રાઠોડે એકાદ માસ પહેલા પોતાના વતન પીપળવા ગામ નજીક નહેરમાં પડીને આપઘાત વ્હોરી લીધો હતો. જેથી મરનાર વિક્રમ જે તળાજાના કેરાળા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. તેણે દેવાના ચક્કરમાં કે અન્ય કારણોસર આપઘાત કર્યો હતો. તે રહસ્ય પણ ઉકેલી શકાશે.

X
દેણદારના આપઘાત કર્યાનું ખુલતા ભારે રહસ્ય સર્જાયુ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App