નક્ષત્ર રાશી પ્રમાણે પાટણ ભાલમાં કરાયુ વૃક્ષારોપણ

નક્ષત્ર રાશી પ્રમાણે પાટણ ભાલમાં કરાયુ વૃક્ષારોપણ

DivyaBhaskar News Network

Aug 13, 2018, 03:56 AM IST
વૃક્ષારોપણનુ અભિયાન ચાલી રહ્યુ છે. વન વિભાગ દ્વારા જુદી જુદી જાતના રોપ પુરા પાડવામાં અાવે છે. આ કાર્યક્રમમાં સરકારી અર્ધ સરકારી અને સહકારી સંસ્થાઅો કટીબદ્ધ છે. વધુમાં વધુ વૃક્ષો વાવી પર્યાવરણમાં અોકસીજન ઠાલવીને પર્યાવરણનુ સમતોલન જાળવી રાખવામાં વધુને વધુ વૃક્ષો વાવે છે.

વલભીપુર તાલુકાના પાટણા ગામે ગૌશાળામાં નક્ષત્ર રાશી મુજબ 108 વૃક્ષો રોપવાનુ આયોજન કરવામાં આવેલ. ડો.મહેશભાઇ મહેતાના માર્ગદર્શન નીચે આ વૃક્ષારોપણના નવતર શાસ્ત્રોકત પ્રયોગ માટે પાટણા ગામના વતની અને હાલ મુંબઇના શીતલ મેન્યુફેકચરીંગ કંપનીના માલિક અને વૃક્ષપ્રેમી ગોવિંદભાઇ લાલજીભાઇ કાકડીયાએ આર્થિક સહયોગ પુરો પાડયો હતો.

પાટણા ગામે મહેશભાઇ મહેતાએ વૃક્ષનુ મહત્વ વૃક્ષારોપણનો વિધિ નક્ષત્ર રાશિ પ્રમાણે સમજાવી હતી. ગોવિંદભાઇ એલ. કાકડીયાએ 900 વૃક્ષો વાવવાનો સંકલ્પ કરી ગ્રામજનોને વૃક્ષારોપણ કાર્યમાં સહકાર આપી સહભાગી બનવા જાગૃત કર્યા હતા. આ કાર્યક્રમમાં પાટણા ગામની માધ્યમિક શાળાના ભૂતપૂર્વ આચાર્ય, ભૂતપૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય, તેમજ સામાજીક ધાર્મિક પ્રવૃતિમાં રસ લેનાર રાઘવજીભાઇ આર. કાકડીયા, પાટણા ગામના સરપંચ ઇશ્વરભાઇ જે. કાકડીયા, માધ્યમિક શાળાના આચાર્ય દિલીપસિંહ એ. મોરી કેળવણી મંડળના પ્રમુખ રાઘવજીભાઇ એમ. કાકડીયા ગામના રામજીમંદિરના પાર્થેશ્વર મહાદેવ (પાવઠી)ના તેમજ ભીડભંજન મહાદેવ (મઢી) ના મહંતે ખાસ હાજરી આપી હતી.

X
નક્ષત્ર રાશી પ્રમાણે પાટણ ભાલમાં કરાયુ વૃક્ષારોપણ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી