ભાવનગર સોમનાથ ફોરલેન, સીકસલેનનું કામકાજ ગતિ પકડી રહયું છે. ત્યારે તળાજા નજીકથી પસાર થતા હાઇવેનાં ક્રોસમાં આવતા નાન-મોટા માર્ગ ઉપરનાં વાહન વ્યવહારને અવરોધ ન થાય તે માટેનાં ઘણા ખરા હાઇવે ક્રોસીંગ બ્રીજ તૈયાર થઇ ગયા છે. જે પૈકી તળાજાથી પાલીતાણા રોડપર, રોયલ થઇને શિહોર તરફ જવાના રસ્તાપર, તેમજ વેળાવદર, ત્રાપજ, રાજપરા, સહીતનાં માર્ગમાં જયાં જયાં હાઇવે ક્રોસ થાય છે. તેનાં પરનાં ક્રોસીંગ બ્રીજ તૈયાર છે. અને હાઇવેનાં કામોની સાથે આ બ્રીજનાં લેવલ સુધીનાં કેચીંગ રોડનું કામકાજ પણ શરૂ થઇ ગયેલ છે. હાલ આ ક્રોસીંગ બ્રિજ નીચેથી તમામ વાહન વ્યવહાર સરળતાથી પસાર થાય છે. તસવીર - બી.કે. રાવળ