ઓટો શોરૂમમાં તસ્કરો ત્રાટક્યા : 5 લાખની ચોરી

Talaja - ઓટો શોરૂમમાં તસ્કરો ત્રાટક્યા : 5 લાખની ચોરી

DivyaBhaskar News Network

Sep 16, 2018, 03:55 AM IST
તળાજા બ્યુરો | 15 સપ્ટેમ્બર

તળાજા હાઈવે પર આવેલ એક ઓટો શોરૂમમાં બારીના શટર તોડી કોઈ તસ્કરોએ અંદર પ્રવેશી અંદાજિત પાંચેક લાખની મત્તા ઉઠાવી નાસી છૂટ્યા હતા.

તળાજા ભાવનગર નેશનલ હાઈવે પર તળાજા નજીક આવેલ. ‘જય ઓટો એજન્સી’ના શોરૂમ અને ઓફીસનાં પાછળનાં ભાગે આવેલ બારીનાં શટર તોડી બારીની ગ્રીલ તોડીને ગત રાત્રિનાં સમયે તસ્કરોએ અંદરે પ્રવેશ કરી કબાટ, ટેબલનાં ખાનાઓમાં તોડફોડ કરી,વેરવિખેર કરીને રૂિપયા 4થી5 લાખની અંદાજીત રોકડ અને એક મોબાઈલ ઉઠાવીને નાસી છૂટ્યા હતાં. જોકે શોરૂમમાં આવેલ સી.સી. ટી.વી. કેમેરામાં બે ઈસમો બારીમાંથી દાખલ થઈ રૂમમાં શોધખોળ કરતા કેદ થઈ ગયેલ હતા. જેને તસ્કરીનો ટાઈમ રાત્રિનાં 1.33 થી 2.03નો નોંધાયો હતો. આમ માત્ર અર્ધો કલાકમાં જ ચારથી પાંચ લાખની રોકડ અને એક મોબાઈલ અને ગાડીની બેટરી ઉઠાવીને નાસી ગયાની િવગત જાણવા મળેલ છે. જોકે મોડીસાંજ સુધી સત્તાવાર ફરિયાદ નોંધાઈ ન હતી.

X
Talaja - ઓટો શોરૂમમાં તસ્કરો ત્રાટક્યા : 5 લાખની ચોરી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી