Divya Bhaskar

Home » Saurashtra » Bhavnagar District » Talaja » Talaja - ભાજપના આગેવાનનું બાંધકામ તંત્ર તોડવા તો ગયુ, પદાધિકારીઓ પહોંચી જતાં તોડી ન શક્યા

ભાજપના આગેવાનનું બાંધકામ તંત્ર તોડવા તો ગયુ, પદાધિકારીઓ પહોંચી જતાં તોડી ન શક્યા

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:55 AM

વ્હાલા દવલા | દબાણ હટાવ કામગીરીમાં કોર્પોરેશનની મારા-તારાની નીતિ આઝાદનગરના રસ્તાના દબાણ હટાવવા ગયેલા...

  • Talaja - ભાજપના આગેવાનનું બાંધકામ તંત્ર તોડવા તો ગયુ, પદાધિકારીઓ પહોંચી જતાં તોડી ન શક્યા
    ઇન્વેસ્ટિગેશન રિપોર્ટર | ભાવનગર | 15 સપ્ટેમ્બર

    ભાવનગર સહિત રાજ્યને દબાણમુક્ત અને પાર્કિંગયુક્ત બનાવવા સરકાર મક્કમ છે પરંતુ કોર્પો.ના પદાધિકારીઓ મુખ્યમંત્રી અને સરકારની નીતિને નેવે મૂકી મારા-તારાની નીતિ અપનાવી રહ્યા છે. તાજેતરમાં તળાજા રોડ પર દબાણ હટાવવા ગયેલા અધિકારીઓને મેયર, ચેરમેન સહિતનાએ લીલા તોરણે પાછા કાઢ્યા હતા ત્યાં આજે ભાદેવાની શેરીમાં ભાજપના આગેવાનના ગેરકાયદેસર બાંધકામને તોડવા ગયેલા બુલડોઝરને પદાધિકારીઓએ પરત બોલાવતા શાસકોની નીતિ સામે પ્રજામાં ભારે રોષ ફેલાયો છે. જોકે તોડી નાંખેલો ગડર યથાસ્થિતિમાં ઉભો પણ કરી દેવાયો હતો.

    પાર્કિંગની વકરતી જતી સમસ્યાના ઉકેલ માટે ભાવનગર સહિત રાજ્યભરમાં દબાણ હટાવ અને પાર્કિંગ ખુલ્લા કરવા અભિયાન હાથ ધર્યુ હતું. પરંતુ ભાવનગરમાં સૌથી મોટી પાર્કિંગની સમસ્યા જ્યાં છે તેવા ગામ તળ વિસ્તારમાં કોર્પોરેશનના અધિકારીઓ પગ મુકતા પણ ડરે છે. ત્યારે આજે હિંમત કરી ભાદેવાની શેરીમાં લોખંડના ગડર પર બની રહેલા ગેરકાયદેસર બાંધકામ પાડવા બુલડોઝર લઇ કોર્પોરેશનના અધિકારીઓ પહોંચ્યા અને એક ગડર પાડ્યું પણ ખરા. ત્યાં તો મેયર સહિતના પદાધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા અને દબાણ હટાવવાની કામગીરી અટકાવી હતી. જેથી કોર્પોરેશનના અધિકારીઓ વીલા મોઢે પરત ફર્યા હતા. મેયર સહિતનાએ જે ગેરકાયદેસર બાંધકામ અટકાવ્યંુ છે તે બાંધકામ ભજપના જ આગેવાનનું હતું. ત્યારે સામાન્ય પ્રજા માટે અને ભાજપના આગેવાનો માટે કોર્પોરેશનની અલગ અલગ નીતિ સામે પ્રજામાં ભારે નારાજગી ફેલાઇ છે. કોર્પો.એ લોખંડનો જે ગડર પાડી દીધો હતો તે ઉભો પણ કરી દેવાયો છે.

    અત્રે ઉલ્લેખનિય છે કે, અગાઉ પણ તળાજા રોડ પર ભાંગલીગેટથી આઝાદનગરવાળા રોડ પર થયેલા દબાણો હટાવવા ગયેલા કોર્પોરેશનના અધિકારીઓને સ્થળ પર પહોંચેલા પદાધિકારીઓએ અટકાવ્યું હતું. જો આમને આમ જ રહેશે તો દાબણ હટાવવા બાબતે કોર્પોરેશનની દબાણકર્તાઓ પર બેસીલી ધાક ચાલી જશે.

    કાયદાકીય જે પ્રક્રિયા થતી હશે તે કરાશે

    ગેરકાયદેસર દબાણો હટાવવાનું શરૂ જ રહેશે. દબાણ હટાવવા બાબતે સેફ્ટી અને કાયદાકીય જે પ્રક્રિયા થતી હશે તે કરાશે. એમ.એ. ગાંધી, મ્યુ. કમિશનર

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending