• Gujarati News
  • શિપ બ્રેકિંગમાંથી નીકળતી હોડીનું સર્વગ્રાહી ઓડિટ કરવાનો નિર્ણય

શિપ બ્રેકિંગમાંથી નીકળતી હોડીનું સર્વગ્રાહી ઓડિટ કરવાનો નિર્ણય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હોડી, લાઇફબોટનો દરિયામાં ઉપયોગ કરવા માટે કોઇપણ પ્રકારના લાયસન્સ કે ઓળખની જરૂરીયાત નથી પડતી, જે દરિયાઇ સુરક્ષાનો સ્પષ્ટપણે ભંગ છે.

લાઇફબોટ, હોડીના કોઇપણ પ્રકારના ઓળખના પુરાવા લીધા વિના ખરીદ-વેચાણ અને રજીસ્ટ્રેશન નહીં કરાવવાના કિસ્સામાં આકરો દંડ ફટકારવાની જોગવાઇ કરવા વિચારણા છે ઉપરાંત અલંગના વિસ્તારોમાં કડક ચેકિંગ અને ગેરકાયદે પ્રવૃત્તિને ડામવા રેડ પાડવાની પણ જોગવાઇ વિચારાઇ રહી છે. મરચન્ટ શિપિંગ એક્ટ-1958ના કાયદામાં રહેલા સુક્ષ્મ છીંડાનો ઉપયોગ કરી અને અલંગના વેપારીઓ દ્વારા પોતાના આર્થિ‌ક હિ‌તને પ્રાધાન્ય આપી અને સુરક્ષા સાથે આડકતરી રીતે ચેડા કરવામાં આવી રહ્યા છે. આવા પ્રકારની બોટને સુરક્ષા માટે જોખમી ગણવામાં આવે છે, સ્મગલિંગ અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓને અંજામ આપવા તથા ઓછા પાણી વાળા દરિયાઇ વિસ્તારોમાં વિદેશી નાગરિકોની ઘૂસણખોરી પણ થઇ શકે છે.

ડીજી શિપિંગ દ્વારા દરખાસ્ત

ડારેક્ટરજનરલઓફ શિપિંગ દ્વારા વર્ષ 2012માં કાયદામાં સુધારો લાવી તમામ પ્રકારના શિપ, જે 15 ટનથી નીચેના છે તેને ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવામાં આવે. પ્રકારની લાઇફબોટ અને નાના ક્રાફ્ટ જે 6 થી 10 ટન વજન ધરાવે છે તેને સામેલ કરો. કાયદો અમલી બનશે, પછી તમામ પ્રકારના શિપનું રજીસ્ટ્રેશન ફરજિયાત બની જશે.