સિહોર અને તળાજા તાલુકાના ગામોને જોડતા કાચા રોડને પાકો બનાવાય તો અનેક ગામોનાં લોકોની મુશ્કેલી દુર થાય ભદ્રાવળ-3 માંડવાળી થી વરલનો કાચોરોડ બિસ્માર બની ગયો છે.
તળાજા તાલુકાનાં ભદ્રાવળ નં 3 તથા મોટી માંડવાળી, નાની માંડવાળી ને શિહોર તાલુકાનાં વરલ ગામ સુધી જોડતા કાચો રોડ ખુબજ ઉપયોગી હોવા છતા અને વારંવાર જુદી જુદી કક્ષાએ રજુઆતો થવા છતાય પાકો અને પેવર બનાવવામાં આવતો નથી. જેનાં કારણે આ વિસ્તારનાં ગામોને વરલ, ટાણા, અને શિહોર તરફ શાળાએ, હટાણા માટે, તેમજ સરકાર કચેરી કે દવાખાનાનાં કામે જવા માટે આઠ કિ.મી. દુર થોરાળી ગામે થઇને શિહોર-ભાવનગર તરફ જવું પડે છે. તેમજ તળાજા તાલુકા મથકે આવવા માટે પણ લાંબો પંથ કાપવો પડે છે. જે માટે સબંધીત તંત્ર અને પ્રજાનાં ચુંટાયેલ પ્રતિનીધીઓ વહેલી તકે સક્રિયતા દાખવે તેવી આ વિસ્તારનાં લોકોની માંગ છે.
આ વિસ્તારનાં અનેક ગામોનાં હિરાનાં કારીગરો, ખેડૂતો, ખેતમજુરો, ગ્રામજનોને ટાણા, શિહોર બાજુ જવા માટે તેમજ મોટી માંડવાળી, નાની માંડવાળી, અને ભદ્રાવળ નં.3 ગામોમાં ધો.8 સુધીની જ શાળાઓ હોઇ વિદ્યાર્થીઓને ખાસ કરીને દિકરીઓને વરલ, ટાણા કે શિહોર તરફ જવા માટે ખૂબજ ઉપયોગી હોઇ તેને પાકો અને પેવર બનાવવા માટેની માંગ બુલંદ બનતી જાય છે.
પાકો રોડ બનાવવાની દરખાસ્ત કરેલ છેે

