તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નગર નોંધ - ધાર્મિક નોંધ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નગર નોંધ - ધાર્મિક નોંધ

સુંદરકાંડના પાઠ
કમલેશ્વર મહાદેવ (સેવારામ આશ્રમ),ઘોઘાસર્કલ ખાતે તા. 30-6 ને શનિવારે સાંજે 5 થી 7 સુંદરકાંડના પાઠ રાખેલ છે.

શ્રીરામ અખંડ રામધૂન

દર રવીવારે રાત્રીના 8 થી 9.30 સુધી સંત સેવારામ મંદિર,સિન્ધુનગર ખાતે અખંડ રામધૂન રાખેલ છે.

ગોળીબાર રામદરબાર પરિવાર

પરિવાર દ્વારા આજે રાત્રે 8.30 થી 10.30 સાંઇબાબા મંદિર(મેઘાણીસર્કલ)માં સંગીતમય સંકિર્તન યોજાશે.

અધ્યાત્મ વિદ્યામંદિર

પૂ. સ્વામિની તત્પરાનંદજીના સંગાથે આજે સાંજે 5.30 થી 7 સુંદરકાંડના પાઠ વિદ્યાતીર્થ આશ્રમ (નિર્મળ પ્લાઝાની પાછળના ખાંચામાં, તળાજા રોડ, સંસ્કાર મંડળ પાસે)રાખેલ છે.

સમપર્ણ ધ્યાન કેન્દ્ર

રવિવારનું સમૂહ ધ્યાન ઘરશાળા સ્કૂલના હોલ ખાતે સવારે 7 થી 8 રાખેલ છે.

નવખંડા પાર્શ્વનાથ સામાયિક મંડળ

મંડળ દ્વારા રવિવારે સવારે 9.30 કલાકે સમસ્ત ભાવનગરના બાલક અને બાલિકાઓની સમુહ સામાયિક દાદાસાહેબ સોસાયટીની નિશ્રામાં થશે.

બ્રજ ગોપિકા સેવા મિશનના સત્સંગ

સત્સંગનુ આયોજન રવિવાર તા.1ના રોજ સવારે 7-30 થી 9-30 રામમંત્ર મંદિર બેઇઝમેન્ટ સ્થિત ધ્યાન હોલ શ્રીરામ મંત્ર મંદીર કાળીયાબીડ ભાવનગર ખાતે રાખેલ છે.

વિવિધ કાર્યક્રમ

વિપશ્યના સામૂહિક સાધના
જુના સાધકો માટે સવારે 7 થી 8 નવા સાધકો માટે સવારે 8 થી 8.30 તા. 1-7 ને રવિવારે પી.એન.મહેતા આરાધના ટાવર, મેઘાણીસર્કલ ખાતે વિપશ્યના સામૂહિક સાધના રાખવામાં આવેલ છે.

નેસ્ટ મલ્ટી એકટીવીટી સેન્ટર

સેન્ટરના ઉપક્રમે નેસ્ટ સંગીતશાળા (શાહબાઝ, 1182, સી/સર પટ્ટણી રોડ,એચ.સી.જી.હોસ્પિટલ સામે) ગાયિકા કુ. શીલ્પાબેન અંધારિયા દ્વારા સોમ,શુક્ર શાસ્ત્રીય કંઠય સંગીત, ઉપશાસ્ત્રીય સંગીત (લાઇટ મ્યુઝીક) તથા બાળકો માટે ખાસ તણાવ મુકત સંગીતના વર્ગો જુલાઇથી શરૂ કરાશે.

પરમાર્થ ફાઉન્ડેશન

ફાઉન્ડેશન દ્વારા સર ટી. હોસ્પિટલના દર્દીઓને ચિરાગભાઇ (ઓસ્ટ્રેલિયા) ના લગ્ન દિવસ નિમીત્તે કમલ મેડીકલ દ્વારા વિનામૂલ્યે ઇડલી-સંભાર અપાશે.તેમજ ગોપનાથ મેટરનીટી હોમના પ્રસુતાબહેનોને નિધિબેન અભિષેકભાઇના પરિવાર તરફથી શીરાનું વિતરણ કરાશે. નવજાત બાળકોને ઝબલા પહેરાવવાનો કાર્યક્રમ યોજાશે. જેઓ દાન આપવા માંગતા હોય તેઓેએ પરમાર્થ ફાઉન્ડેશન (હાઇકોર્ટ રોડ,ટેલીફોન નં. 22520100) નો સંપર્ક સાધવો.

મહિલા તથા બાળરોગની ફ્રીમાં મેડીકલ સેવા

સત્ય સાઇ મેડીકલ સેન્ટર શિવશકિત હોલ ક્રેસન્ટ સર્કલ પાસે તા.1 રવિવારે સવારે 10 થી 12 ડો.કીર્તીબેન ભટ્ટ સ્ત્રી તેમજ બાળકોની વિનામૂલ્યે તપાસ નિદાન સારવાર દવા વિગેરે આપશે.

શૈક્ષણિક નોંધ

બી.એમ. કોમર્સ હાઇસ્કૂલ
હાઇસ્કૂલના ધો. 9 અને 10 ના વિદ્યાર્થીઓના વાલીઓની મીટીંગ રવિવારે યોજાશે.ધો.9 માટે સવારે 10 કલાકે અને ધો. 10 માટેની વાલીમીટીંગ સવારે 11.30 કલાકે રાખેલ છે.

એલ.જી. કાકડિયા સેકન્ડરી સ્કૂલ

શાળામાં ધો. 12 (વિ.પ્ર. અને સા.પ્ર.)તેમજ ધો. 10 ના વિદ્યાર્થીઓની જુલાઇ-2018 ની પૂરક પરીક્ષાની હોલ ટિકીટ શાળામાંથી તા. 30-6 ના બપોરે 12 થી 1માં વર્ગ શિક્ષક પાસેથી મેળવી લેવી.

સ્વામિનારાયણ ગુરૂકુળ, સરદારનગર

સ્વામિનારાયણ ગુરૂકુળમાં મહેમાન મંડળ પ્રવૃતિ અંતર્ગત સર પી.પી. સાયન્સ કોલેજના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડો. આશિષભાઇ શુકલનું વકતવ્ય યોજાયુ હતુ. વિશ્વ યોગ દિન નિમીત્તે તમામ વિભાગના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ યોગાસન કર્યા હતા.

મીિટંગ-બેઠક

ડોટ એન્ડ બી.એસ.એન.એલ.
ડોટ એન્ડ બી.એસ.એન.એલ.ના રીટાયર્ડ કર્મીઓની મંથલી મીટીંગ તા. 1-7 ને રવિવારે સવારે 9.30 કલાકે પાનવાડી ખાતે જમણવાર સાથે રાખેલ છે.

રેલવે એમ્પ્લોઇઝ કો ઓપ.ક્રે.સોસાયટી

સોસાયટીની વાર્ષિક સામાન્યસભા તા. 1-7 ને રવિવારે ઇન્ડિયન રેલવે પેન્શનર્સ એસો. ઓફિસ, ભાવનગર પરા ખાતે સવારે 9.30 કલાકે રાખેલ છે.

રેલ પેન્શનરો જોગ

રેલ પેન્શનરોની દર માસની પ્રથમ રવિવારે મળતી મીટીંગ તા. 1-7 ને રવિવારે સવારે 9.30 કલાકે મોતીબાગમાં મળશે. પેન્શનરે હાજર રહેવુ.

સંઘવી મહિલા મંડળ

મંડળની મીટીંગ તા. 30-6 ને શનિવારે અપૂર્વીબહેન રોહિતભાઇ સંઘવીના નિવાસ (બી,18, દાદાસાહેબ એપા., કાળાનાળા)માં બપોરે 3.30 કલાકે યોજાશે.

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી

ઇન્ડસ્ટ્રીની મેનેજીંગ કમિટિની મીટીંગ તા.30ને શનિવારે સાંજે 6 વાગેચેમ્બરના કાર્યાલયમાં યોજાશે.

મકવાણા પરિવાર

પરિવારના કુળદેવી ગેલઅંબે માતાજીના મઢમાં તા. 1 ને રવિવારે સાંજે 7 કલાકે મીટીંગ યોજાશે. જેમાં આગામી વિદ્યાર્થી સન્માન,મઢના નવા મકાનના જિર્ણોધ્ધાર અંગે ચર્ચા વિચારણા અને નિર્ણય લેવાશે.

િજલ્લા નોંધ

શામળદાસ આર્ટસ કોલેજ
જે છાત્રોએ બી.એ. સેમ.-1ના સવાર (સંખ્યાધિક)ના વર્ગોમાં પ્રવેશ મેળવેલ છાત્રોનું શૈક્ષણિક કાર્ય તા.2-7 ને સોમવારે સવારે 7.15 થી ચાલુ થશે.

સર પી.પી. ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ

બી.એસસી.સેમ.-5ની વર્ષ 2018-19ની સત્ર ફી બાકી હોય તેઓએ લેઇટ ફી સાથે ઓનલાઇન અેસ.બી.આઇ. કલેકટમાં તા. 29-6 થી તા. 2-7 સુધીમાં ભરી ફી રીસીપ્ટ સાથે સેમ.-4 ની હોલટિકીટની નકલ અથવા સેમ.-4 ની ફી ભર્યાની પહોંચ સાથે રાખી કાર્યાલયમાંથી પ્રવેશ ફોર્મ ભરી જવુ.

વળિયા કોલેજ

બી.કોમ.સેમ.-1 માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરનાર અને કોલેજમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા જનરલ-45 %, OBC-45 %, SC-40 %, એસટી એન્ડ પી.અેચ. પાસ કલાસ છાત્રોઅે એડમિશન ફોર્મની પ્રિન્ટ, આધારો સાથે તા.2-7 સુધીમાં કાર્યાલયમાં સવારે 9 થી 12 માં ફી ભરી દેવી.

દિહોરમાં રામદેવપીરનું આખ્યાન

દિહોરમાં સરપંચ પ્રવિણભાઇ જીવણભાઇ મકવાણા દ્વારા તા.30 શનિવારે રાત્રે 9 કલાકે તેમના નિવાસ સ્થાન પાસે રામદેવપીરબાપાનું આખ્યાન રાખેલ છે.

જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી

ઓરી, રૂબેલા પર નિયંત્રણ લાવવાના હેતુથી તા. 16 જુલાઇથી થતા અભિયાનની જાણકારી શિક્ષકો, વિદ્યાર્થીઓને મળી રહે તે હેતુથી તા.30-6 ના સવારે 11 કલાકે બાયસેગ સેટકોમ પરથી પ્રસારિત થશે.

સરકારી વ્યવસાયલક્ષી તાલીમ કેન્દ્ર

ધો. 10 પાસ માટેના અભ્યાસક્રમ સર્ટીફીકેટ કોર્સ ઇન પ્રોડકશન એન્ડ મેઇન્ટેનન્સ ટેકનીશીયનના બે વર્ષના અભ્યાસક્રમમાં પ્રવેશ આપવાનું ચાલુ છે.

એમ.જે.કોલેજ ઓફ કોમર્સ

બીકોમ સેમે. 1 પ્રથમ વર્ષ પ્રવેશ મેરીટ યાદી અનુસાર બેઠકો ખાલી હોય વહેલા તે પહેલાના ઘોરણે બેઠકો ભરાશે.તા.30ના સવારે 10.30 થી 2 પ્રવેશ કાર્યવાહી શરૂ રહેશે.

વાણિજ્ય ભવન

માસ્ટર ઓફ કોમર્સના ફોર્મ ભરવાની તા.10 જુલાઇ સુધી લંબાવવામાં આવેલ છેે.

અન્ય સમાચારો પણ છે...