તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તળાજાના નાયબ મામલતદાર અને પુર્વ નગર સેવક જેલ હવાલે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રીપોર્ટર | ભાવનગર | 12 જુલાઇ

તળાજાનાભાલર ગામની સરકારી પડતર જમીનનાં ખોટા રેકોર્ડ ઉભા કરી જમીન હડપ કરવાનાં મામલામાં તળાજા મામલતદારની ફરીયાદ બાદ પોલીસે તળાજા નાયબ મામલતદાર અને પુર્વ નગર સેવકની ધરપકડ કરી હતી.બન્નેને કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગ કરાતા કોર્ટે બન્નેના રીમાન્ડ મંજરુ કર્યા હતા.જે આજે પુરા થતા બન્નેને ફરી કોર્ટમા રજુ કરાતા અદાલતે બન્નેને જેલ હવાલે કરવા હુકમ કર્યો હતો.

તળાજામાં ભારે ચર્ચાસ્પદ પ્રકરણમાં ભાલર ગામની સરકારી પડતા જમીન હડપ કરવાના મામલામાં કલેકટરના હેકમથી તળાજા મામલતદારે પોલીસ ફરિયાદ નોંધાવાતના પોલીસે તળાજાના નાયબ મામલતદાર અને પુર્વ નગર સેવકની મામલે ધરપકડ કરી હતી.અને રીમાન્ડ મેળવ્યા હતા.રીમાન્ડ દરમિયાન મામલતદાર કચેરીના એક કર્મચારી અને સરકારી કામો કરાવી આપતા તળાજાના એક દલાલના નામો પણ પ્કરરણમાં ચર્ચામા આવ્યા હતા.પરંતુ હજુ સુધી પ્રકરણમાં બન્ને શખ્સોની ધરપકડ કરવામા આવી નથી.

જયારે તળાજા પંથકમાં ભારે ચર્ચાસ્પદ પ્રકરણમાં ખરેખર બનાવટી હુકમ મેળવનાર કરનાર સામે કાર્વાહી કરવાને બદલે તપાસને આડેપાટે ચડાવાઇ રહી હોવાની દલીલો સાથે ઉચ્ચકક્ષાએ રજુઆતો થતાં પોલીસ પ્રકરણનાં મુળમાં જઇ ખરી હકીકતો જાણે તેવી માંગણી ઉઠવા પામી છે.

ભાલર ગામની જમીન પ્રકરણે ઝડપાયેલા

તપાસને આડે પાટે ચડાવાઇ હોવાની દલીલો સાથે પોલીસ પ્રકરણે તપાસ કરે તેવી માંગ

અન્ય સમાચારો પણ છે...