તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહુવાથી લાંબા અંતરની વધુ ST બસ સેવા શરૂ કરવા તંત્ર લાપરવાહ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવાએસ.ટી. ડેપોની કામગીરી નબળી હતી પરીણામે મહુવાથી ઉપડતા 77 રૂટમાંથી હાલ માત્ર 36 રૂટ કાર્યરત રહ્યાં છે. મહુવાથી ઉપડતી ટ્રાફીક ધરાવતી લાંબા અંતરની બસો ક્રમશ: બંધ થઇ અને ગ્રેડનો ડેપો સી ગ્રેડ ઉપર પહોંચેલ છે.

મહુવા-ભાવનગર-મહુવા દર અડઘી કલાકે સામ સામી મીની બસ શરૂ કરવા ભાવનગર ડીવીઝન દ્વારા મહુવા ડેપોને વધુ 6 વાહનો ફાળવવામાં આવે તેવી માંગ સાથે દર બે કલાકે મહુવા-ભાવનગર-મહુવા વન સ્ટોપ તળાજા રૂટ શરૂ કરવાની માંગ પણ મુસાફરોમાં ઉભી થવા પામી છે. જે પૈકી બે બસ સવારે અને બે બસ સાંજે શહેરના કુબેર બાગ, ગાંધીબાગ, કોલેજ ચોક થઇ મોટા જાદરા રોડથી બાયપાસ ઉપરથી દોડાવવા શહેરના મુસાફરોમાં માંગ ઉભી થવા પામી છે.

ઉપરાંત મહુવાથી બપોર 12.30 કલાક આસપાસ મહુવા અમરેલી લોકલ, બપોર1.30 કલાક આસપાસ મહુવા માટેલ, વહેલી સવારે 5 કલાક આસપાસ તલગાજરડા સોમનાથ રૂટની બસો શરૂ કરવા મુસાફરોમાં પ્રબળ માંગ ઉભી થવા પામી છે.

મહુવા - અમદાવાદ, સુરત અને મુંબઇ માટે મહુવાથી અનેક પ્રાઈવેટ ઓપરેટરો કાર્યરત છે. બપોરના બે કલાકથી રાત્રીના 12 કલાક સુધીમાં ઓછામાં ઓછી 50 જેટલી પ્રાઈવેટ લકઝરી બસ મહુવા અને મહુવા તાલુકાના મોટા ગામડાઓમાંથી નીયમીત જઇ રહી છે. એસ.ટી.તંત્ર મહુવાને મહુવા-સુરત સ્લીપીંગ બસ ફાળવેલ છે. પરંતુ મોટા ભાગે સાદી બસ ઉપડે છે. આથી મહુવા - અમદાવાદ સુરત, મુંબઇ માટે એસ.ટી. તંત્રએ મહુવા ડેપોને વોલ્વો, એ.સી., એલ.ઇ.ડી. ડીસપ્લે વાળા વાહનો અને લકઝરી વાહનો ફાળવવા જોઈએ જેથી કરીને મુસાફરો પ્રાઈવેટ ઓપરેટરોના ઓશીયાળા થવું પડે અને મહુવા એસ.ટી. ડેપો પણ બપોરે 2 કલાક ઉપડતી મહુવા- મુંબઇ અને સાંજે ઉપડતી મહુવા - સુરતના વાહનો પ્રાઈવેટ લકઝરી માફક વોલ્વો મુકી દોડાવવા જોઈએ અને રાત્રે 10 થી 12 સુધીમાં મહુવા- અમદાવાદના 3 રૂટ સારી સુવિધા સાથેના વાહનો મુકી શરૂ કરવા માંગ ઉઠી છે.

ક્રુની ઘટ પૂર્ણ થયે રૂટો શરૂ કરાશે

^ભાવનગરડીવીઝન પાસે નવા વાહનો માટે દરખાસ્ત કરવામાં આવી છે. ડેપોમાં ક્રુની ઘટ છે તે પૂર્ણ થયે અને નવા વાહનો જેમ જેમ ફાળવવામાં આવે તેમ તેમ લોકોની માંગ મુજબ નવા રૂટો શરૂ કરાશે. અને મહુવા - ભાવનગર - મહુવાના રૂટ માત્ર વન સ્ટોપ તળાજા ગયા મવારથી સવારે 6:45 કલાકે શરૂ કરવામાં આવેલ છે. >બી.કે.ગઢવી,એસ.ટી.ડેપો મેનેજર, મહુવા

મહુવા-અમદાવાદના રૂટ પર સારી સુવિધા સાથેના વધુ વાહનોની માંગ

લોકમાંગ| ગ્રેડનો એસ.ટી. ડેપો સી ગ્રેડ પર ધકેલાયો

અન્ય સમાચારો પણ છે...