• Gujarati News
  • તળાજા બેઠક માટે ભાજપમાં સુનિલ ઓઝાનું નામ ચર્ચામાં

તળાજા બેઠક માટે ભાજપમાં સુનિલ ઓઝાનું નામ ચર્ચામાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ાત્રિયને ટિકિટ આપવા લોબીંગ...!
ડો.ભારતીબેન શિયાળને ભાવનગર લોકસભા બેઠકની ટિકિટ આપી હતી. ડો.શિયાળ જંગી બહુમતિથી વિજયી થતાં તેમણે તળાજાનાં ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું છે. ત્યારે આ બેઠક પરથી ચૂંટણી લડવા અત્યારથી જ ભાજપના વર્તુળોમાં લોબીંગ શરૂ થઈ ગયું છે.
ભાજપના એક વર્તુળમાં એવી ચર્ચા છે કે, આ બેઠક પર સ્થાનિકને તક આપવામાં આવશે. ગત ચૂંટણીમાં આયાતી ઉમેદવારને લઈ ભાજપના સ્થાનિક કાર્યકરોમાં જોવા મળેલાં છૂપા રોષનાં પગલે મોવડીમંડળ ભૂતકાળનું પુનરાવર્તન કરશે નહીં તેવો આશાવાદ વ્યકત કર્યોહતો.
તો અન્ય એક વર્તુળ અલગ જ ચર્ચાને વાસ્તવિકતાનું રૂપ આપવા મથામણ કરી રાું છે. આ વર્તુળોના મતે આ બેઠક પર યુવાન અને લાયક કાર્યકર્તાને જ મોવડી ટિકિટ આપશે.
પરંતુ, આ તમામ અટકળો અને ચર્ચા વરચે તળાજા વિધાનસભાની ખાલી બેઠક પર પૂર્વ ધારાસભ્ય સુનિલ ઓઝાને ચૂંટણી લડાવવાનો વ્યૂહ હોવાની પણ જોરશોરથી ચર્ચા શરૂ થઈ છે. એક સમયે પૂર્વ મુખ્યમંત્રી મોદીની નજીક મનાતા અને એક ઝાટકે તેમની સાથે છેડો ફાડી પ ાાંતર કરનારા પૂર્વ ધારાસભ્ય ઓઝા મોદીની ગુડબુકમાંથી બહાર ફેંકાઈ ગયા હતા. પરંતુ, ભાજપની થિંક ટેક મનાતા અમિત શાહના પ્રયત્નોથી પુન: ભાજપમાં પ્રવેશ્યા બાદ ઓઝાને મોદી જે બેઠક પરથી લોકસભા ચૂંટણી લડતા હતા. તે વારાણસી બેઠકની વિશેષ જવાબદારી સોંપાઈ હતી જેમાં તેમણે ખુદ ઉમેદવાર એવા મોદીની અપે ાાથી બમણું અને ઉત્તમ કામ કરી બતાવવા તેમને ભેટ સ્વરૂપે આ ટિકિટ આપવામાં આવે તેવું મનાય રાું છે.
તળાજા વિધાનસભા મતવિસ્તારમાં ૮૦થી વધુ ગામડા ઘોઘા તાલુકાનાં આવે છે જે પૈકીના મોટાભાગના ગામડા ાત્રિય વસ્તી ધરાવતાં છે. આ જ્ઞાતિ સમીકરણ ઉપરાંત, જિલ્લામાં હાલ ાત્રિયને નેતૃત્વ જ ન હોવાથી આ સમાજને નેતૃત્વ આપવા આ બેઠક પર ાત્રિયને ટિકિટ આપવા અત્યારથી જ લોબીંગ શરૂ થયું હોવાનું ચર્ચાઈ રાું છે.
ભાવનગર : ભાવનગર લોકસભા બેઠક પર જંગી બહુમતિથી વિજયી થયેલાં ભાજપના સાંસદ ડો.ભારતીબેન શિયાળે તળાજાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા ખાલી પડેલી આ બેઠક પર ભાવ.દિ ાણના પૂર્વ ધારાસભ્ય સુનિલ ઓઝાને ટિકિટ આપવાની ભાજપમાં અટકળો શરૂ થઈ છે.