• Gujarati News
  • આ ૬ ગુનાના આરોપીઓ પોલીસની પહોંચની બહાર

આ ૬ ગુનાના આરોપીઓ પોલીસની પહોંચની બહાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસનો પનો ટૂંકો : આરોપી પહોંચની બહાર
ભાવનગર . ભાવનગર શહેર-જિલ્લામાં ચાલુ એટલે કે મે મહિનામાં બનેલા ૬ ગંભીર પ્રકારનાં ગુનાના આરોપીઓ પોલીસને જડતા નથી. જેમાં એક કેશીયરની હત્યા કરી લૂંટ, તળાજામાં છેતરપિંડીનાં બે બનાવો, ભાવનગર શહેરમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાને ઝેરી દવા પીધી, તો મહુવાના દરિયા કિનારે ફરવા ગયેલ તળાજાની યુવતિ ગુમ થયાનું રહસ્ય અકબંધ તથા પરાણે દારૂ પીવડાવી વાગ્દત્તા સાથે મહુવામાં ભાવિ ભરથારે કરેલું દુષ્કર્મ આ તમામ ગુનાનાં ભેદ ઉકેલવામાં ભાવનગર પોલીસતંત્ર ઉણુ ઉતર્યું છે. તહો. નહીં ઝડપાતા સમાજમાં પોલીસને બદલે ગુનેગારોની ધાક વધતી જાય છે. ભાવનગર પંથકમાં છેલ્લા ૨૪ દિવસમાં ગંભીર ગણી શકાય તેવા ૬ ગુના બનવા પામ્યા છે. જેનાં આરોપીઓ હાથવેંતમાં હોવા છતાં પોલીસ તેના સુધી પહોંચી શકી નથી.

૨૦મી મે નારી ચોકડી પાસે જય માતાજી ટ્રાન્સપોટર્ નામની પેઢીમાં કેશીયર તરીકે ફરજ બજાવતા અને નારી ગામમાં રહેતા પ્રેમદાસભાઈ ઉર્ફે બટુકભાઈ વેણીરામ અગ્રાવત પર ઓફીસમાં લાલ શટર્ પહેરેલા યુવકે આવી વૃદ્ધ પર છરી વડે જીવલેણ હુમલો કરતા અને ગંભીર ઈજા થતા સારવાર બાદ તેઓનું મૃત્યુ થતાં આ બનાવ લૂંટ અને હત્યામાં પરિણમ્યો હતો.

૧૮મી મે મહુવાના નૂતનનગર, જુના બસસ્ટેન્ડ પાછળ રહેતા મીલન હિંમતભાઈ પીપળીયાએ સુરતની યુવતિ સાથે સગાઈ કરી હતી. બાદમાં તેને મહુવા બોલાવી લગ્નની લાલચ આપી ગત તા.૪-૫ના ફરવા જવાના બહાને કારમાં દીવ લઈ જઈ ત્યાં તેને બળજબરીપૂર્વક દારૂ પીવડાવી કારમાં મહુવા લાવ્યા બાદ અવાવરૂ જગ્યાએ કાર ઊભી રાખી તેણી પર બળાત્કાર કર્યોહતો.

૨૩મી મીનાં રોજ ભાવનગર શહેરનાં સાંઢીયાવાડમાં ખાનસાહેબની હોટેલ પાછળ રહેતા અને ગંગાજળિયા તળાવમાં ફ્રુટનો છૂટક ધંધો કરતા સાજીદ સતારભાઈ મલાડાએ ગઢેચી વડલા પાસે રહેતા મુન્નાા ઘાંચી પાસેથી રૂા.૭૦ હજાર વ્યાજ સાથે ચુકવી દીધા હોવા છતાં મુન્નાા ઘાંચી દ્વારા પઠાણી ઉઘરાણી શરૂ રખાતા તેનાથી કંટાળી જઈ તેઓએ ઝેરી દવા પી આપઘાતની કોશિષ કરતાં ગંભીર હાલતે સારવાર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે સી. ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

૯મી મે તળાજામાં વિજ કંપનીમાં ફરજ બજાવતા હસમુખભાઈ દેસાઈની યુવાન પુત્રી પોતાના ભાવિ ભરથાર સાથે મહુવાના દરિયા કિનારે ભવાની મંદિરે દર્શન કરવા ગયા પછી રહસ્યમય સંજોગોમાં લાપતા બન્યા પછી દરિયા કિનારા અને અંદરના ભાગે બે દિવસ સતત તપાસ કયાô પછી તેણી