• Gujarati News
  • યુનિ. રજીસ્ટ્રારની નિમણૂંક અંગે પણ વિવાદ જાગ્યો

યુનિ. રજીસ્ટ્રારની નિમણૂંક અંગે પણ વિવાદ જાગ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં રાજયના ચૂંટણી પંચ દ્વારા તળાજા વિધાનસભા બેઠક સહિતની બેઠકો માટે પેટા ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે અને તે અંગે રાજયના ચૂંટણી પંચ દ્વારા જે વિધાનસભા બેઠકમાં ચૂંટણી હોય તે સમગ્ર જિલ્લામાં ગત તા.૧૬ ઓગસ્ટથી આદર્શ આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે.
આ સંજોગોમાં ગત તા.૧૯ ઓગસ્ટના રોજ યુનિ.ના રેગ્યુલર રજીસ્ટ્રાર પદે ડો.જે.એસ.શર્માની નિમણૂંક કરી દેવામાં આવી તે એક પ્રકારે આચાર સંહિતાનો ભંગ જ છે તે અંગે ફરિયાદ પણ ડો.ગિરીશભાઇ વાઘાણીએ નોંધાવી હતી. જેથી આ નિમણૂંક પણ રદ થાય તેમ છે. આ સંજોગોમાં ચૂંટણી પંચ પણ યુનિ. સામે આચાર સંહિતા ભંગના પગલા લઇ શકે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે.
આમ, તો છેલ્લા ચારેક વર્ષથી રજીસ્ટ્રારની જગ્યા યુનિ.માં ખાલી હતી પણ હવે આગામી ઓકટોબર-૨૦૧૪માં કુલપતિ પદેથી ડો.ડી.આર.કોરાટની મુદ્દત પૂર્ણ થાય છે એટલે તે પહેલા ડો.શર્માની રજીસ્ટ્રાર પદે નિમણૂંક કરી હોવાનું પણ કેમ્પસના વર્તુળોમાં ચર્ચાઇ રાું છે. જો કે હવે મનજીભાઇ સિતાપરા અને ડો.જે.એસ.શર્માની નિમણુંક જેવા મામલે ખુદ કુલપતિ વિવાદના ધેરાવામાં આવી ગયા છે.
સમગ્ર જિલ્લામાં ૧૬મીથી આચાર સંહિતા અમલી
ભાવનગર . ૨૧ ઓગસ્ટ
મહારાજા કષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.માં હવે જે આડેધડ નિમણંૂકો કરી તેની સામે પસ્તાળ પડવાનો આરંભ થયો છે. તાજેતરમાં ઇ.સી.બેઠકમાં યુનિ.ના રેગ્યુલર રજીસ્ટ્રાર તરીકે ડો.જે.એસ.શર્માની થયેલી નિમણૂંક રદ થાય તેવા સંજોગો છે કારણ કે વિધાનસભા ચૂંટણીની આદર્શ આચારસંહિતા લાગુ પડી ગયા બાદ આ હોદ્દા પર નિમણુંક કરવામાં આવી છે.