તળાજા પાિલકાના સફાઈ કામદારોની હડતાલથી સફાઈ કામગીરી ઠપ્પ થઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજાનગરપાિલકામાં રોજમદાર સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતાં 80થી વધુ કર્મચારીઓની લાંબા સમયની માંગણી બર આવતા છેલ્લા ત્રણ િદવસથી સફાઈની કામગીરી ઠપ્પ કરીને ભુખ હડતાલ પર ઉતરી જતા નગરપાિલકાનાં સત્તાવાળાઓ ને ગંભીરતા સમજાતા કામદારોની માંગણીને અનુલક્ષીને ગાંધીનગરનાં આંટાફેરા લગાવવા લાગ્યા છે.

ઉપવાસી કામદારો પૈકી બેની તબિયત લથડતા તળાજા સરકારી દવાખાને સારવાર અપાયેલ દરમિયાન પ્રશ્ને ન.પા.નાં ચિફ ઓફીસર અને પ્રમુખ સાથે ચર્ચાનો દોર ચાલુ રાખી નવા િનયમો મુજબ મહેકમ વધારવા અને હુકમ મેળવવા પ્રયત્ન આદરેલ છે.

તળાજા નગરનો વ્યાપ િવસ્તરતો જાય છે એટલે વર્ષોથી તળાજા નગરમાં સ્વચ્છતા માટે રોજમદાર કર્મચારીઓ રાખવામાં આવે છે. જેની હાલની સંખ્યા 80 જેટલી થાય છે જે છેલ્લા વીસ જેટલા વર્ષથી ક્રમશ: વધી છે પરંતુ તેઓને કાયમીનો લાભ મળતો નહીં હોઈ અને ન્યાયિક માંગણી સંદર્ભે તેઓ છેવટે ભૂખ હડતાલનું શસ્ત્ર ઉગામેલ છે.

અન્યાય | કામદારોની હડતાલથી સફાઈ કામગીરીને અસર

ન.પા.માં મહેકમ મુજબ િનમણુંક કરવા પ્રયત્નો શરૂ છે

^તળાજાનગરપાિલકામાં હાલ ચીફ ઓફીસરથી માંડીને સફાઈ કર્મી સુધીનાં કુલ માત્ર 36 કાયમી કર્મચારીઓ ફરવામાં છે. જેમાં સફાઈ કર્મીઓ માત્ર 8 (અાઠ) છે તળાજા ન.પા.નાં 2011માં માન્ય મહેકમ મુજબ કુલ 89 કર્મચારીઓ કાયમી થવા પાત્ર છે જેમાં સફાઈ કર્મીઓ 44 દર્શવાયા છે. જેથી તે મુજબ નવા 36 સફાઈ કર્મચારીને િનયમાનુસાર કાયમી તરીકે સમાવેશ થાય તે માટેની વહીવટી કામગીરી પ્રાદેશિક િનયામક રાજકોટ અને ગાંધીનગર ખાતે હુકમ મેળવવા પ્રયત્નો શરૂ છે. >જે.બી.જાની,ચીફઓફીસર, તળાજા ન.પાલિકા

નગરપાિલકાનાં રોજમદાર 80થી વધુ કર્મચારીઓ લાંબા સમયની માંગણી નહીં સંતોષાતા ત્રણ દિવસથી હડતાલ પર

અન્ય સમાચારો પણ છે...