રોકડની ચોરી માટે ઘાંટરવાળામાં દંપતી પર હુમલો થયાની આશંકા

તળાજા બ્યુરો | 16 સપ્ટેમ્બર મુળ દિહોરના અને વર્ષોથી ઘાટરવાળા ગામે સાસરીયાના વારસામાં મળેલ જમીનમાં ખેતી કરતા...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:25 AM
Talaja - રોકડની ચોરી માટે ઘાંટરવાળામાં દંપતી પર હુમલો થયાની આશંકા
તળાજા બ્યુરો | 16 સપ્ટેમ્બર

મુળ દિહોરના અને વર્ષોથી ઘાટરવાળા ગામે સાસરીયાના વારસામાં મળેલ જમીનમાં ખેતી કરતા માધવજીભાઇ કાશીરામભાઇ અને તેના પત્ની શાંતુબેન માધવજીભાઇને સંતાન ન હોઇ એકલા રહેતા હતા. અને થોડા માસ પહેલા જ જમીનના સોદામાં મોટી રકમનુ બાનુ મેળવ્યુ હતુ. જે રોકડ માટે ચોરીનો ઇરાદો હોય કે જમીનના સોદામાં હિત ધરાવતા તત્વોએ ઘાતક ઇજા કરવા માટે માર માર્યો હોય તે અંગે જુદી જુદી થીયરીમાં તપાસ ચાલી રહી છે.

પોલીસ દ્વારા લુંટ અથવા મિલકતનો મામલો હોય તે અંગે તપાસ અધિકારી તળાજા પીએસઆઇ મકવાણાના જણાવ્યા મુજબ ભોગ બનનાર હજુ સારવારમાં હોઇ વિશેષ વિગત જાણી શકાઇ નથી.

દરમિયાન આજરોજ તપાસ દરમિયાન ડોગસ્કવોડ, એફએસએલ નિષ્ણાંતની ટીમ દ્વારા સઘન તપાસ શરૂ રાખવામાં આવી હતી. જાણકારોના મતે જે પ્રકારે માર મરાયો છે. અને ગંભીર પ્રકારની ઇજાઓ કરાઇ છે. હત્યાનો ઇરાદો હોય તેવુ જણાઇ આવે છે.

X
Talaja - રોકડની ચોરી માટે ઘાંટરવાળામાં દંપતી પર હુમલો થયાની આશંકા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App