તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજથી જિલ્લાની શાળાઓમાં પ્રવેશોત્સવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | ભાવનગર | 7 જૂન

ભાવનગરજિલ્લાની પ્રાથમિક શાળાઓમાં આવતી કાલ તા.8 જૂનથી ધો.1માં પ્રવેશોત્સવનો આરંભ થશે. જિલ્લાની શાળાઓમાં તા.8થી 10 જૂન દરમિયાન અને ભાવનગર શહેર કક્ષાની શાળાઓમાં તા.22 જૂનથી 24 જૂન દરમિયાન ધો.1માં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

દર વર્ષની જેમ વર્ષે પણ રાજ્યભરમાં ધો.1માં પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવનો આરંભ આવતી કાલથી થશે અને તા.8 જૂનને ગુરૂવારથી તા.10 જૂનને શનિવાર સુધી જિલ્લાભરની શાળાઓમાં વિવિધ ઉચ્ચ અધિકારીઓની ખાસ વિશેષ ઉપસ્થિતિમાં ધો.1માં બાળકો વધુને વધુ સંખ્યામાં શાળામાં પ્રવેશ કરશે અને ગામે ગામના બાળકો મહત્તમ સંખ્યામાં ધો.1માં ભણતા થાય તે હેતુ રહેશે.

વર્ષે ભાવનગર જિલ્લામાં ધો.1માં શાળા પ્રવેશોત્સવમાં કુલ 23,120 બાળકોના પ્રવેશનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જિલ્લામાં વખતે પ્રવેશોત્સવમાં કુલ 123 જેટલા રૂટ રહેશે. જેમાં ખાસ તો પાંચ વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા બાળકો શાળામાં પ્રવેશે તેમજ જે બાળકોએ ધો.2થી લઇને ધો.8 સુધીમાં અધવચ્ચેથી પ્રાથમિક શાળામાં ઘણતર છોડી દીધું હોય તેઓને શાળામાં પુન: પ્રવેશ માટે પણ પ્રયાસ કરવામાં આવશે.

ભાવનગર જિલ્લાના પ્રવેશોત્સવના સમાપન બાદ ભાવનગર શહેર કક્ષાનો શાળા પ્રવેશોત્સવ આગામી તા.22 જૂન, ગુરૂવારથી તા.24 જૂન, શનિવાર દરમિયાન યોજાશે.

ભાવનગર જિલ્લામાં શિક્ષણ મંત્રી ઉપરાંત વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો યોજવામાં આવશે.

ક્યા મહાનુભાવો જિલ્લામાં ફરશે

તા.8જૂનથી 10 જૂન દરમિયાન ભાવનગર જિલ્લામાં જે જે મહાનુભાવો શાળા પ્રવેશોત્સવમાં ફરવાના છે તેમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા તા.9 જૂને ભાવનગરમાં ઉપસ્થિત રહેશે ઉપરાંત તા.8 જૂને સંસદીય સચિવ વિભાવરીબહેન દવે ઉપસ્થિત રહેશે. જે મહાનુભાવો ત્રણેય દિવસ ઉપસ્થિત રહેવાના છે તેમાં મત્સ્યોદ્યોગ મંત્રી પરશોત્તમભાઇ સોલંકી અને અલંગ વિસ્તાર વિકાસ મંડળના અધ્યક્ષ ગિરીશભાઇ શાહ છે.

ભાવનગર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધો.1માં 23,120 બાળકોના પ્રવેશનો લક્ષ્યાંક

શૈક્ષણિક ઉત્સવ | ભાવનગર શહેરમાં 24 જૂનથી શાળા પ્રવેશોત્સવ ઉજવાશે

અન્ય સમાચારો પણ છે...