તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અલંગ કસ્ટમ્સમાં તમામ ચાર સુપ્રિન્ટેન્ડન્ટ બહારના મુકાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કસ્ટમ્સવિભાગમાં બદલીઓ કરવામાં આવી છે, જેમાં અલંગ કસ્ટમ્સમાં તમામ 4 સુપ્રિન્ટેન્ડન્ટ બહારના મુકવામાં આવ્યા છે, અને એક અધિકારી ભાવનગરનો રાખવાની પરંપરા તૂટતા અલંગમાં ભંગાવા માટે આવતા જહાજોના ક્લીયરન્સની કામગીરીમાં વિક્ષેપ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

જામનગર હેડક્વાટરમાંથી જે.વી.મોદી અને સિધ્ધાર્થ મિત્રા, જાફરાબાદથી તેજસ શાહ, પોરબંદરથી સનતકુમાર શાહને બદલી આપી અને અલંગ કસ્ટમ્સમાં મુકવામાં આવ્યા છે. જ્યારે અલંગમાં કાર્યરત પી.એન.કુંડલીયા, વી.કે.નામ્બીયારને જામનગર, આર.પી.પારેખને કસ્ટમ્સ ડિવિઝન ભાવનગરમાં મુકવામાં આવ્યા છે. કસ્ટમ્સ ડિવિઝનના જયંત ભટ્ટને કસ્ટમ્સ હાઉસમાં મુકવામાં આવ્યા છે. જામનગરથી દેવજીભાઇ મકવાણા અને આશિષ શાહને ભાવનગર કસ્ટમ્સ ડિવિઝનમાં મુકવામાં આવ્યા છે.

ભાવનગર કસ્ટમ્સ હાઉસમાં બદલીઓ

જયંત ભટ્ટને કસ્ટમ હાઉસમાં, નામ્બીયાર અને કુંડલીયાને જામનગર કસ્ટમમાં મુકાયા

અન્ય સમાચારો પણ છે...