તળાજામાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની થશે ભવ્ય ઉજવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજાખાતે આગામી જન્માષ્ટમી નિમિતે તળાજા શહેરની વિવીધ ધાર્મિક, સામાજીક સંસ્થાઓ, યુવા મંડળો દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી થાય તે માટે તળાજા નગરને સાજ શણગાર રચીને ગોકળીયુ બનાવાઇ રહ્યુ છે.

વર્ષે મોડે મોડે પણ મેઘરાજાનુ સંતોષકારક આગમન થતા અામ ભાવિકોમાં ધર્મોત્સવ માટે ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. તળાજા નગરમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, શ્રીકૃષ્ણ યુવા મંડળ, ગોપાલક મંડળ, સ્વામિનારાયણ સંસ્થા ઉપરાંત વિવિધ ધાર્મિક, સામાજીક યુવા મંડળો દ્વારા જન્માષ્ટમી ઉત્સવ નિમિતે તળાજા નગરના મુખ્ય માર્ગો પર આકર્ષક ગેઇટ, વિવિધ ફલોટસ, રંગબેરંગી ધ્વજાપતાકા, તેમજ દરેક વિસ્તારમાં સ્થાનિક મંડળો દ્વારા પોતાના શેરી મહોલ્લાને શણગારાઇ રહ્યા છે.

તળાજા ખાતે વિશ્વ હિન્દુ પરિષદની આગેવાની હેઠળ દર વર્ષે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય શોભાયાત્રા યોજાય છે. શોભાયાત્રાના તમામ માર્ગો આકર્ષક રીતે સજાવાઇ રહ્યા છે. ઠેર ઠેર સ્થાનિક સત્સંગ મંડળો યુવા મંડળો દ્વારા જન્માષ્ટમી નિમિતે ભવ્ય તૈયારી થઇ રહી છે.

તળાજામાં શ્રીબાલકૃષ્ણ લાલજીની હવેલી, શ્રીરાધાકૃષ્ણ મંદિર, ઠાકુર દ્વારા, શ્રીમોરલીધર મંદિર, સ્વામિનારાયણ મંદિર સહિત વિવિધ દેવ મંદિરોમાં ભવ્ય પુજન અર્ચન દર્શન આરતી યોજાશે જેમાં ભાવિકોમાં ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.

તળાજાના મુખ્ય માર્ગો પર આકર્ષણ ઉભા કરાયા : ભાવિકોમાં ભારે ઉત્સાહ

ધર્મોત્સવ | ઠાકુર દ્વારા, સ્વામિનારાયણ મંદિર સહિત વિવિધ દેવ મંદિરોમાં ભવ્ય પુજન દર્શન યોજાશે

અન્ય સમાચારો પણ છે...