• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Talaja
  • આંખ આડા કાન| મહુવાની263, તળાજાના 168 કેન્દ્રો પર પાણી બહારથી લેવાય છે!

આંખ આડા કાન| મહુવાની263, તળાજાના 168 કેન્દ્રો પર પાણી બહારથી લેવાય છે!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર જિલ્લાની આંગણવાડીઓમાં પાણીના અભાવથી ભૂલકાંઓને તકલીફ

તળાજા, વલભીપુર, ઉમરાળા, ગારિયાધારમાં શૌચક્રિયા માટે બાળકોને પડતી મુશ્કેલી

દેશનુંભાવિ જેને કહેવામાં આવે છે. તે કુમળા છોડ સમાન બાળકોને તેના વાલી આંગળીએ પકડીને આંગણવાડી સુધી મુકવા તો જાય છે, પરંતુ ત્યાં જઈને બાળક પીવાના પાણી માટે અને શૌચક્રિયા કરવા ભારે મુંઝવણમાં મુકાઈ જાય છે, જવાબદાર અમલદારો આંખ આડા કાન કરતા અનેક ભૂલકાઓ દુવિધાઓ વચ્ચે સ્લેટમાં એકડો ઘુંટતા શીખે છે, તળાજા, મહુવા, વલભીપુર, ઉમરાળા, વલભીપુર, િસહોર સહિતના તાલુકામાં અનેક કેન્દ્રો પર સ્થળ તપાસ કરતા ચોંકાવનારી બાબતો બહાર આવી છે. તંત્રવાહકો પણ સહજ રીતે ગંભીર સ્થિતિને સ્વીકારી રહ્યા છે.

તળાજા

તળાજાશહેર અને તાલુકામાં મહીલા અને બાળવિકાસ વિભાગ સંચાલીત કુલ 257 જેટલા આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે, જેમાં અંદાજીત કુલ 26211 બાળકો લાભાર્થી છે. 257 આંગણવાડી કેન્દ્રોમાં 254 આંગણવાડી વર્કર બહેનો + 249 હેલ્પર ફરજ બજાવી રહ્યા છે. કેન્દ્રમાં 3 વર્કર અને 8 હેલ્પરની જગ્યા ખાલી છે. (અન્ય વહીવટી સ્ટાફ તાલુકા મથક કચેરીમાં કાર્યરત છે.) 257 આંગણવાડી કેન્દ્રોમાં 201 પોતાની મિલ્કત (મકાન) છે, અને 56 કેન્દ્ર અન્ય રીતે કે ભાડામાં કાર્યરત છે. 257 આંગણવાડી કેન્દ્ર પૈકી 179 કેન્દ્રમાં વિજળી, 89 કેન્દ્રોમાં પાણી અને 146 કેન્દ્રોમાં શૌચાલય (સેનીટેશન) ની સુવિધા છે.

મહુવા

મહુવાતાલુકામાં 389 આંગણવાડી કાર્યરત છે. સંચાલિકાની જગ્યા ખાલી છે.

મદદનીશની 369 જગ્યા ભરાયેલ છે અને 20 જગ્યા ખાલી છે. 389 આંગણવાડી પૈકી 300 પોતાના મકાનમાં બેસે છે. 89 ભાડાના મકાનમાં ચાલે છે., 300 કેન્દ્રોમાં શૌચાલયની સુવિધા છે અને 89 કેન્દ્રો ભાડાના મકાનમાં શૌચાલયની સુવિધા છે.

તાલુકો શૌચાલય નથી પાણી નથી ભાડાનાં મકાનમાં

મહુવા-263 89

િસહોર-- 34

તળાજા111168 56

વલભીપુર3- 6

ઉમરાળા1421 -

ગારિયાધાર9- 7

અનેક કેન્દ્રોમાં ભૂલકાઓ ‘ભુ’ માંગતા રહે છે...

અન્ય સમાચારો પણ છે...