તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તળાજા તાલુકાના ઠળીયા પંથકમાં કેનાલના અભાવે પીયતની સમસ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઠળીયાપંથક એટલે તળાજા તાલુકાનો એકદમ છેવાડા અને પછાત વિસ્તાર છે. ઠળીયા પંથક એટલે વિસ્તારમાં કેનાલના અભાવે પાણીની કાયમ માટે તંગી રહે છે. પીવાના પાણી તથા પીયત માટે કાયમ માટે મુશ્કેલીઓ રહે છે.

પંથકના ગામો જેવા કે ઠળીયા, કુંઢડા, ઘાંટરવાળા, જાલવદર, જુની છાપરી, નવી છાપરી, ઘાણા, પસવી, બેલડા, રાળગોન, બગદાણા, ધરાઇ, કોટિયા, વગેરે ગામોમાં ખેડૂતોને પાણી માટે વલખા મારવા પડે છે. વિસ્તારમાં એક કેનાલનો ધોરિયો આપવામાં આવે તો અહીંના ખેડૂતો કાચુ સોનુ પકવે તેમ છે. અને લીલી નાઘેર પણ થાય તેમ છે.

વડાપ્રધાન કચ્છમાં નેવાના પાણી મોભે ચડે છે. એમ કહેતા ોય અને ચારસોથી પાંચસો કીમી પાણી પહોંચાડતા હોય તો શેત્રુંજી ડેમથી અને કેનાલથી ઠળીયાનુ અંતર માત્રને માત્ર પાંચ-છ કિમી દુર છે. અને ભૌગોલિક પરીસ્થિતિ પણ ખુબ સારી છે. સરકાર દ્વારા નકકર આયોજન કરવામાંઆવે અને સૌની યોજનામાં શેત્રુંજી ડેમમાં નર્મદાના નીર આવવાના છે તો અંતરિયાળ વિસ્તારમાં સહેલાઇથી પાણી પહોંચી જાય તેમ છે.

અંગે નકકર આયોજન થાય તો ટુંકસમયમાં કેનાલ મળે તેમ છે. અને નજીકના સમયમાં ઉપરોકત તમામ ગામોના સરપંચો તા.પંચાયતના સદસ્યો અને ખેડૂત આગેવાનો તેમજ અગ્રણીઓ મુખ્યમંત્રીને મળવા અને માંગણી કરવા જશે તેમજ તાલુકા પંચાયત સદસ્ય ઠળીયાના લક્ષમણભાઇ ટાઢાએ મુખ્યમંત્રીને લેખીતમાં રજુઆત કરી છે.

એક કેનાલનો ધોરીયો અપાય તો ખેડૂતો કાચુ સોનુ પકવી શકે

આવશ્યકતા | તમામ ગામોના સરપંચો મુખ્યમંત્રીને રજુઆત કરશે

અન્ય સમાચારો પણ છે...