તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લૂંટમાં સામેલ મામસા, તણસા અને ઘોઘાના ત્રણ શખ્સો ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રીપોર્ટર | ભાવનગર | 9 જૂન

ગતમોડીરાત્રે બુધેલ નજીકથી પસાર થતા ટ્રક ચાલકને બાઇક પર આવી ત્રણ શખ્સો દ્વારા તેને મારમારી રૂ.17.500ની મતાની લૂંટ ચલાવી ત્રણેય શખ્સો નાસી છૂટયા હતા. જેને આજે ઝડપી લીધા હતા.

ગુરૂવારે મધરાત્રી અલંગથી લોખંડ ભરી મુંબઇ જતા ટ્રક ને બુધેલ પાસે ત્રણ બાઇક સવારો નરેશ જીલુભાઇ મકવાણા (રહે.મામસા),રઘુવીરસિંહ ઘનશ્યામસિંહ ઝાલા (રહે.તણસા )અને હરેશ રાજુભાઇ સાટીયા (રહે.મફતનગર,બુધેલ) વાળાએ ટ્રક ચાલકને આંતરી મારમારી તેના ખીસ્સામાંથી રૂ.17.500 ની મતાની લૂંટ ચલાવી નાસી છૂટયા હતા.જેને વરતેજ પોલીસે ગણતરીની કલાકોમાંજ ઝડપી લીધા હતા.વરતેજ પોલીસે ત્રણેય શખ્સોને આજે કોર્ટમાં રજુ કરતા અદાલતે તમામના ત્રણ દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા.

ધરપકડ | બુધેલ ચોકડી પાસે ઘટના બનવા પામી હતી

વરતેજ પોલીસે ત્રણેયને કોર્ટમાં રજુ કરતા અદાલતે ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા : પોલીસે મુદ્દામાલ કબજે કર્યો

અન્ય સમાચારો પણ છે...