ટેમ્પા ચાલકે ભાડુ માંગતા માર મળ્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાઠાતાબાનાં મોટી જાગધાર ગામનાં ગુણવંતરાય મંછારામ ગોંડલીયાએ દાઠા પોલીસ મથકમાં જાગધાર ગામનાં સરપંચ અને અન્ય સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે મોટી જાગધાર ગ્રામ પંચાયતનાં બારી બારણા પોતાના ટેમ્પા મારફત તળાજાથી જાગધાર ગામે લઇ જવા માટેનું ભાડું માંગતા સામાવાળા ધીરૂભાઇ ઓઘડભાઇ ભાલીયા અને વિજય ધીરુભાઇ ભાલીયાએ ઉશ્કેરાઇ જઇ ગાળો આપી,મારમારી મારી નાખવાની ધમકી આપેલ. ફરિયાદ સંદર્ભે દાઠા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.