તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વહેલી સવારથીજ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બટાકાના ટેકાના ભાવના મુદ્દે ડીસાના કુંપટ પાસે ખેડૂતો ફરી માર્ગ પર ઉતર્યા

ડીસામાંછેલ્લા ત્રણ વર્ષથી આવી રહેલા મહામંદીના કારણે ખેડૂતો, વેપારીઓ તથા કોલ્ડ સ્ટોરેજના માલિકોની પડ્યા પર પાટુ મારવા જેવી સ્થિતિ સર્જાઇ છે. બીજી તરફ મહામંત્રીના કારણે આત્મહત્યા કરવાના અનેક બનાવો પ્રકાશમાં આવ્યા છે. ત્યારે બટાકાના ટેકાના ભાવ સહિતની માંગને લઇ ગત 2 જૂને શુક્રવારે કુંપટ પાસે ખેડૂતો એકત્ર થઇ બટાકા રોડ પર ફેંકી ટાયરો સળગાવી વિરોધ વ્યકત કર્યો હતો. જોકે સરકાર દ્વારા તેમની માંગ નહી સંતોષાય તો આગામી સમયમાં પણ રોડ રોકો આંદોલન કરશે તેવી ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી હતી. જ્યારે ગુરુવારે ખેડૂતો ફરીથી કુંપટ પાસે એકઠા થયા હતા. બીજી તરફ સવારથી પોલીસ કાફલો ખડકાઇ જતા અનિચ્છનીય બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...