તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાહન અકસ્માતના ત્રણ બનાવો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજાનાશોભાવડ ગામે રહેતા નાથાભાઇ વનાભાઇ શિયાળ ગઇકાલે તળાજા-ભાવનગર હાઇવે પર વેળાવદર ગામ નજીક પેટ્રોલ પંપ પાસે રોડ �ઓળંગી રહ્યા હતા. ત્યારે તળાજા તરફથી પુરપાટ ઝડપે આવી રહેલ સફેદ કલરની કારના ચાલકે બેફિકરાઇથી તેમનું વાહન ચલાવી પછાડી દઇ ઇજા કરી નાસી છુટેલ. ઇજાગ્રસ્તને સારવાર માટે સર ટી. હોસ્પિટલમાં ખસેડાયો હતો. જે અંગે તળાજા પોલીસમાં રવિવારે ફરીયાદ નોંધાતા પોલીસે અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે અન્ય બનાવમાં ચિત્રા રામદેવનગરમાં રહેતા દલિત ગીરધરભાઇ જોગદીયાના પુત્ર હિતેશ (ઉ.વ.6)ને રવિવારે તેમના ઘર પાસે વાહન અકસ્માતમા ઇજા કરતા સારવાર માટે સર ટી. હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેમજ અકવાડાના રહિશ હિતેશ રામભાઇ વાળા વાહનમાં બેસી જઇ રહ્યા હતા ત્યારે શહેરના વિકટોરીયા પાર્ક હિમાલીયા મોલ પાસે ટ્રેકટર અને રીક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં તેઅોને ઇજા થતા સારવાર માટે સર ટી. હોસ્પિટલમાં ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...