આત્મહત્યાની ચીઠ્ઠી લખ્યા બાદ શિપબ્રેકર ગુમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરનીઅગ્રણી શિપિંગ કંપની આશિત શિપિંગ અને એ.જસવંતરાય એન્ડ કંપનીના માલીક બે દિવસ અગાઉ મુંબઇથી ગુમ થતા ચકચાર મચી ગઇ છે. સૂત્રોના જણાવ્યા મુજબ તેઓ સ્યૂસાઇડ નોટ ઘરે મોલાવ્યા બાદ સંપર્ક વિહોણા થયા છે.

જાણવા મળ્યા મુજબ, અલંગ શિપબ્રેકિંગમાં ભંગાવા આવતા જહાજોના વ્યવસાય સર્વિસ સાથે સંકળાયેલા અને ભાવનગરમાં સંસ્કાર મંડળ વિસ્તારમાં ઓફિસ ધરાવતા આશિતભાઇ પ્રમોદરાય પરીખ છેલ્લા થોડા વર્ષોથી નાણાભીડ અનુભવી રહ્યા હતા.

ગત મંગળવારે સાંજે તેઓ પોતાની મુંબઇ ખાતેની શાંતાક્રુઝની ઓફિસેથી ઘરે જવા નીકળ્યા, પાર્કિંગમાંથી ડ્રાઇવર સાથે મોબાઇલ, વોલેટ અને એક કવર ઘરે એક કલાક બાદ પહોંચાડી દેવા જણાવ્યુ હતુ.

બાદમાં ડ્રાઇવરે આપેલું કવર ઘરના લોકોએ ખોલતા તેમાં સ્યૂસાઇડ નોટ મળી આવી હતી, અને આશિતભાઇના મુંબઇ સ્થિત મિત્ર વર્તુળના જણાવ્યા પ્રમાણે, હું નાણા ભીડમાં છું, ચુકવી શકવા અસમર્થ છું, ઉઘરાણી અને જીવનથી પણ ત્રાસી ગયો છુ, તેથી જીવનનો અંત આણવા જઇ રહ્યો છું તેવી સ્યૂસાઇડ નોટ લખતા ગયા છે. મંગળવારથી ગુરૂવાર મોડી રાત સુધીમાં આશિત પરીખની કોઇ ભાળ મળી નથી. જો કે આશીતભાઇના તમામ પરિવારજનો મુંબઇ પહોંચી ગયા છે, અને ભાળ મેળવવાની કોશીશ કરી રહ્યા છે.

ચકચાર | દેવુ વધી ગયા હોવાની નોટ લખી આશિતભાઇ મુંબઇથી સંપર્કવિહોણા થઇ ગયા

મોટી રકમનું દેવું થઇ જતા સતત મુંજવણ અનુભવતા હતા

ભાવનગરનીઅગ્રણી શિપિંગ કંપનીના માલીક આશિતભાઇ પરીખ છેલ્લા થોડા વર્ષોથી મુંબઇ શીફ્ટ થયા હતા. ત્યાં તેઓએ શિપિંગ સીવાયના વ્યવસાયોમાં પણ ઝંપલાવ્યુ હતુ અને તેમાં જંગી ખોટ આવતા છેલ્લા થોડા વર્ષોથી તેઓ નાણાભીડ અનુભવી રહ્યા હતા. ભાવનગર ખાતેની તેઓની તમામ મીલકતો પણ તેઓએ વેચી નાંખી અને દેવુ ચૂક્તે કરવા પ્રયાસ કર્યા હતા. પરંતુ એક તબક્કે તેઓની પાસે કોઇ વિકલ્પ નહીં બચતા અને આબરૂ જવાના ડરથી કોઇક અણગમતુ પગલુ ભર્યુ હોવાનું શિપિંગ વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.

મુંબઇથીદિલ્હી ગયા, રેલવે સ્ટેશન સુધી ટ્રેક થયુ

શાંતાક્રુઝનીઓફિસેથી ડ્રાઇવર સાથે પાકીટ, મોબાઇલ અને કવર ઘરે મોકલ્યા બાદ આશિત પરીખ ઇન્ડીગોની ફ્લાઇટમાં દિલ્હી ગયા અને દિલ્હી વિમાની મથકેથી ટેક્સીમાં રેલવે સ્ટેશન ગયા સુધીની બાબત મુંબઇ હવાઇ મથક અને દિલ્હી હવાઇ મથકના સીસીટીવી ફૂટેજમાંથી મળી આવ્યા હોવાનું મુંબઇના સૂત્રોએ જણાવ્યુ છે. પરંતુ રેલવે સ્ટેશનેથી ક્યાં ગયા તે અણઉકેલ કોયડો છે.

મંગળવારે સાંજે ડ્રાઇવર સાથે વોલેટ, મોબાઇલ અને કવર ઘરે મોકલાવી ગુમ થયા

અન્ય સમાચારો પણ છે...