િજલ્લામાં ટાઢક વરસાવતા મેઘરાજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરસહિ‌ત સમગ્ર ગોહિ‌લવાડ પંથકમાં તા.11 �ઓગસ્ટને શુક્રવારથી બોળચોથના પર્વથી સાતમ-આઠમના દિવસીય શ્રાવણી પર્વની ઉજવણીનો પરંપરાગત ઉમંગ-ઉત્સાહ સાથે આરંભ થશે.આ ઉજવણીના દિવસ દરમિયાન ઉત્સવપ્રિય ભાવેણાવાસી�ઓ વર્ષના તમામ દુ:ખોને વિચારી લોકમેળા અને પર્વની ઉજવણીમાં મસ્ત બની જશે.

ઉત્સવો અને લોકમેળા�ઓ આપણી સંસ્કૃતિનું એક અવિભાજ્ય અંગ છે. શ્રાવણી પર્વની ઉજવણીથી ચોતરફ ઉમંગ-ઉત્સાહનો માહોલ જોવા મળે છે. દિવસીય સાતમ-આઠમની ઉજવણી આરંભ ગોહિ‌લવાડ પંથકમાં બોળચોથના પર્વથી થશે.તા.11 �ઓગસ્ટને શુક્રવારે શ્રાવણ વદ ચોથના રોજ ખાસ કરીને સૌભાગ્યવતી બહેનો બાજરાનો રોટલો અને મગ ખાઈને બોળચોથની ઉજવણી કરશે. દિવસે ચપ્પુથી કાપ્યા સુધાર્યા વગર મૂળા, કેળા, કાકડીને સીધી ખાશે.

તા.12 ઓગસ્ટને શનિવારે નાગપાંચમનું પર્વ ઉજવાશે. નાગ ખેતરનું અને ખાસ તો ખેતરમાં ઉભા પાકનું જીવાતોના ઉપદ્રવથી રક્ષણ કરે છે આથી તેનું પૂજન કરાય છે. નાગદેવતાને તલવટની પ્રસાદી પણ ધરાવવાની આપણે ત્યાં પરંપરા છે.

તા.13 ઓગસ્ટને રવિવારે રાંધણ છઠનું પર્વ ઉજવાશે જેમાં બહેનો આખો દિવસ રસોડામાં રહી મિઠાઈ અને ફરસાણ બનાવવામાં મગ્ન રહેશે. ઉપરાંત દિવસે સાતમનું ટાઢુ ખાવા માટેનું ભોજન પણ તૈયાર કરવામાં આવે છે. ચેવડો, પૂરી, ગાંઠીયા, સુખડી ઢેબરાનું મીઠાઈ વિ.થી રાંધણ છઠ્ઠના દિવસે દરેક ઘરમાં રસોડું ધમધમતું રહેશે.

તા.14 �ઓગસ્ટને સોમવારે શીતળા સાતમનું પર્વ ઉજવાશે. સાતમના પર્વે દરેક બહેનો શીતળામાની પૂજા કરે છે અને શીતળા માતાજીના મંદિરે મેળા ભરાશે જેમાં લોકોનો બહોળો સમુદાય ઉમટી પડશે. સાતમના દિવસે ઘરે-ઘરે ટાઢુ ખાવાની પરંપરા હજુ ગોહિ‌લવાડના ગામડા�”માં જળવાઈરહેલી છે.

તા.15 �ઓગસ્ટને મંગળવારે પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ ‘જન્માષ્ટમી’ની ઉમંગ-ઉત્સાહભેર ઉજવણી થશે રાત્રે 12ના ટકોરે મંદિરો, હવેલી�ઓમાં ‘નંદ ઘેર આનંદ ભયો...જય કનૈયા લાલ કી’ના નાદ સાથે જન્મની વધામણી થશે. ઠેર-ઠેર મટકી ફોડ સહિ‌તનાં કાર્યક્રમોનું આયોજન કરાયું છે. દિવસે લોકમેળાની રંગત સમગ્ર ગોહિ‌લવાડ પંથકમાં જામશે. બાદના દિવસે તા.16 �ઓગસ્ટને બુધવારે ‘નંદ ઉત્સવ’ની ઉજવણી થશે. જેને ‘પારણા નોમ’ પણ કહેવાય છે.

આમ, સાતમ-આઠમના પર્વ સમૂહની રવિવારથી બોળચોથની ઉજવણી સાથે આરંભ થશે અને ઉત્સવપ્રિય પ્રજાજનો દિવસ સુધી ઉજવણીના રંગમાં રંગાઇ જશે.

સિઝનમાં ક્યાં કેટલો વરસાદ

તાલુકોકુલ વરસાદ

ભાવનગર 358 મી.મી.

ગારિયાધાર 251 મી.મી.

ઘોઘા 251 મી.મી.

જેસર 279 મી.મી.

મહુવા 263 મી.મી.

પાલિતાણા 397 મી.મી.

સિહોર 272 મી.મી.

તળાજા 333 મી.મી.

ઉમરાળા 333 મી.મી.

વલભીપુર 435 મી.મી.

મેઘમહેર | મહુવા અને તળાજામાં સરવડા વરસ્યા

આજથી સાતમ-આઠમના પર્વની ઉજવણીનો આરંભ

અન્ય સમાચારો પણ છે...