સરતાનપર-મેથળા બંધારા જાગૃતિ માટે પદયાત્રા યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરતાનપર-મેથળાબંધારા જાગૃતિ માટે ડો.કનુભાઇની આગેવાની હેઠળ શોભાવડથી સરતાનપર પદયાત્રા યોજાઇ હતી.

તળાજાના કંઠાળ વિસ્તારના ગામડાઓના ભુગર્ભ જમીન તળમાં ક્ષારનુ પ્રસારણ અતિશય વધતુ હોવાથી તેના નિયંત્રણ માટેની બંધારા યોજનાઓ વર્ષોથી ગોકળગાયની ગતિએ કોઇ તેને માટે જનજાગૃતિના હેતુસર સદભાવના ટ્રસ્ટના સંચાલક અને પૂર્વધારા સભ્ય ડો.કનુભાઇ કળસરીયાની આગેવાની હેઠળ શોભાવડથી તળાજા, લીલીવાવ, દકાના થઇ સરતાનપર સુધીની પદયાત્રામાં વિશાળ પ્રમાણમાં લોકો જોડાયા હતા.

જળ, જંગલ, જમીનના બચાવ માટેની પદયાત્રા શેત્રુંજી નદી પર સરતાનપર બંધારો અને બગડ નદી પર મેથળા બંધારો યુદ્ધના ધોરણે પરિપૂર્ણ થાય તે માટેની પદયાત્રા સરતાનપર ગામે પહોંચીને સભાના રૂપમાં ફેરવાઇ હતી.

બંધારા યોજના વર્ષોથી ગોકળગાય ગતિએ

ડો.કનુભાઇ કળસરીયાની આગેવાની હેઠળ પદયાત્રામાં અનેક ગામોના લોકો જોડાયા

અન્ય સમાચારો પણ છે...