તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નકલી પોલીસ રૂા.2.75 લાખનો ભંગાર ભરેલી બોલેરો લઈ ફરાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્રાઈમ રિપોર્ટર |ભાવનગર | 20 જુલાઈ

િસહોરતાલુકાનાં જાંબાળા ગામનો યુવાન ત્રાપજથી લોખંડનો ભંગાર પોતાનાં વાહનમાં ભરી જતો હતો. ત્યારે ટાણા-જાંબાળા વચ્ચે બે શખ્સોએ એલસીબી સ્ટાફની ઓળખ આપી 1100 કીલો ભંગાર ભરેલી બોલેરોની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. અંગે અલંગ પોલીસમાં ગુનો નોંધાવાતા પોલીસે નકલી પોલીસની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.

ઘટના અંગેની અલંગ પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ િસહોરનાં જાંબાળા ગામે રહેતા યુવક સાગરભાઈ અરવિંદભાઈ જોશી અલંગના ભંગારનો વ્યવસાય કરે છે. જેઓ ત્રાપજથી 1100 કીલો લોખંડનો ભંગાર બોલેરોમાં ભરી જાંબાળા જતા હતા તે વખતે એસ્સાર પેટ્રોલપંપ પાસે બે મોટર સાયકલ સવારોએ આવી બોલેરોને અટકાવી પોતાની ઓળખ એલસીબી પોલીસનાં સ્ટાફ તરીકે આપી બોલેરો લઈ લીધેલ અને તેઓને ભાવનગર આવવાનું કહી જતા રહ્યા હતા.

બાદમાં સગાભાઈને પોતે લૂંટાઈ ગયાની જાણ થતાં તેઓએ અલંગ પોલીસમાં સિહોરનાં કિશોર ઉર્ફે રફીક રહીમભાઈ, રાજુ ઉર્ફે ગીલા કાનાભાઈ જેઠવા તથા ત્રાપજનાં ભીખુશા સતારશા અને મુન્ના ઉર્ફે કાતીલ પલેવાળ િવરૂદ્ધ ફરિયાદ લખાવતાં અલંગ પોલીસે લૂંટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી બનાવની તપાસ હાથ ધરી છે.

અત્રે નોંધનીય છે કે અગાઉ પણ અસલી પોલીસ દ્વારા નકલી પોલીસને ઝડપી પાડયાની ઘટનાઓ બનવા પામી હતી. ત્યારે નકલી પોલીસને અસલી પોલીસ તાત્કાલિક ઝડપી લે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

જાંબાળાનો યુવાન ત્રાપજથી લોખંડનો ભંગાર બોલેરોમાં ભરી જતો હતો : લૂંટની ફરિયાદ નોંધાઇ

ક્રાઈમ વોચ| ટાણા-જાંબાળા વચ્ચે બનેલી ઘટના

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો